ડીસાના મુડેઠા ટોલનાકા નજીક અકસ્માતમાં મહિલાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 12:04:46
  • Views : 374
  • Modified Date : 2021-04-14 12:04:46

ડીસા તાલુકાના મુડેઠા ટોલનાકા પાસે વહેલી સવારે ટ્રકચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
દિયોદર તાલુકાના ધ્રાન્ડવ ગામના અને હાલ કુવાળા રહેતા કંચનબેન ઝવેરીલાલ ઉર્ફે જયરામ પારેશ્વર દવે એક્ટીવા પર બેસી જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક નંબર યુપી ૪૦ ની ૦૦૭૭ ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી એકટીવાને જાેરદાર ટક્કર મારતા એક્ટિવા સવાર કંચનબેન ઝવેરીલાલ દવે ઉંમર વર્ષ ૩૮ નું ટ્રકની ટાયર નીચે આવી જતા કમકમાટીભર્યું  ઘટનાસ્થળે મોત નીપજયું હતું. અકસ્માતને લઈ ઘટનાસ્થળે આજુબાજુથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
આ અંગે અકસ્માતની જાણ થતાં ભીલડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ભીલડી પોલીસ મથકના એ.એસ. આઈ.રાજેશકુમારે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. એ.બી. શાહ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News