કોંગો ફિવરે માથું ઊંચક્યું: વધુ એક મહિલાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 18:00:04
  • Views : 517
  • Modified Date : 2019-09-04 18:00:04

ગુજરાતમાં ચોમાસુ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. જયારે પશુઓમાં ચોંટતી ઇતરડીને કારણે ફેલાતાં કોંગો ફિવરે પણ પંજો પ્રસરાવ્યો છે.અમદાવાદ સિવિલમાં કોગો ફિવર પિડીત સુરેન્દ્રનગરની એક મહિલાનુ મોત  નિપજ્યુ છે. રાજ્યમાં કોંગો ફિવરનો મૃત્યુઆંક વધીને પાંચ સુધી પહોચ્યો છે. આ ઉપરાંત કોગો ફિવરના વધુ ચાર કેસો નોંધાયાં છે. રાજ્યમાં આ વષે ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે વરસાદી પાણી અને ભેજયુક્ત વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સાદા અને ઝેરી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યૂના કેસો ય વધી રહ્યાં છે.આ તરફ સુરેન્દ્રનગર,અમરેલી,ભાવનગરમાં કોંગો ફિવરના કેસો વધવા માંડયા છે. રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છેકે, ગત વર્ષની સરખામણીમાં  આ વર્ષે મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકન ગુનિયાના કેસો ઓછા નોંધાયા છે. હકીકતમાં કોંગો ફિવર ધીરે ધીરે ગુજરાતમાં પ્રસરી રહ્યો છે. જામનગરમાં આજે કોંગો ફિવરનો પ્રથમ કેસ નોંધાયો હતો. જામનગરની સરકારી હોસ્પિટલની એક મહિલા રેસિડેન્ટ ડૉક્ટર પણ કોંગો ફિવરની ચપેટમાં આવ્યા હતાં જેના કારણે તેમને દાખલ કરાયા હતાં.આજે હળવદના વધુ બે દર્દીઓને કોંગો ફિવરના લક્ષણો દેખાતાં તેમને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.આ ઉપરાંત રાજસ્થાનના એક દર્દીને પણ કોંગો ફિવર થતાં એસવીપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  રાજસ્થાનના આ દર્દીની હાલત નાજુક હોવાનુ તબીબો જણાવી રહ્યાં છે.  અમદાવાદ સિવિલમાં આજે સવારે સુરેન્દ્રનગરની એક મહિલાનુ મોત નિપજ્યુ હતું. કોંગો ફિવરથી પિડીત મહિલા દર્દીનુ મોત થતાં રાજ્યમાં મૃત્યુઆંક વધીને પાંચ સુધી પહોંચ્યો છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરે આ વાતને સમર્થન આપી જણાવ્યું કે અત્યાર સુધીમાં સિવિલમાં કોંગો ફિવરના ચારેક દર્દીઓને સારવાર આપવામાં આવી છે. હાલમાં માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે જેની તબીયત સુધારા પર છે. આમ,રાજ્યમાં કોંગો ફિવર વકરી રહ્યો છે તેમ છતાંય આરોગ્ય વિભાગ દાવો કરી રહ્યુ છેકે,રોગચાળો કાબૂમાં છે.

Download Our B K News Today App



Related News