થરાના ખારિયાની નર્મદા કેનાલમાંથી માથું અને હાથ-પગ વગરની મહિલાની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 12:04:35
  • Views : 610
  • Modified Date : 2021-01-18 12:04:35

બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય કેનાલમાંથી લાશ મળવાનો સિલસિલો અટકવાનું નામ જ લેતું નથી. થોડા દિવસ અગાઉ એક મહિલાની હાથ-
પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે ગત રવિવારે કાંકરેજની મુખ્ય નર્મદા કેનાલમાંથી મહિલાનું માથું અને હાથ-પગ વગરની લાશ મળતાં ચકચાર મચી જવા આપી છે.
બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા પાછળનું કારણ પૈસાની લેતી-દેતી અને પ્રેમ પ્રકરણ બહાર આવી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલ પર હત્યા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. વારંવાર હત્યાના બનાવો સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.   રવિવારે થરાના ખારિયાના નર્મદા કેનાલના સાયફનમાં મહિલાનો તરતો મૃતદેહ મળી આવતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા
પોલીસ પણ ઘટના સ્થળે આવી મૃતદેહને બહાર કાઢી લાશને જાેતાં લાશ માથું અને હાથપગ વગરની જાેવા મળતા પોલીસ
પણ અચંબિત થઈ ઉઠી હતી. થરા પોલીસે લાશને પી.એમ. અર્થે થરાની સરકારી
હોસ્પિટલમાં ખસેડી હતી.  બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલમાં દિવસેને દિવસે  લાશો મળી આવે છે. ત્યારે
પોલીસ દ્વારા નર્મદાની મુખ્ય કેનાલની આજુબાજુના વિસ્તારમાં રાત્રી દરમિયાન
પેટ્રોલિંગ વધારવામાં આવે તો જ આવા ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી અટકી શકે તેમ છે. ત્યારે રવિવારે મળેલી લાશમાં  મહિલા કોણ છે અને તેની હત્યા થઈ છે કે આત્મહત્યા તેનીં પાછળનું રહસ્ય હજુ અકબંધ છે.

Download Our B K News Today App



Related News