દિયોદરની લુદ્રા કેનાલમાં ઝંપલાવનાર મહિલાની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-07 12:03:55
  • Views : 537
  • Modified Date : 2019-12-07 12:03:55

દિયોદર પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગુરૂવારે આપઘાત કરનાર મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ગત મોડી સાંજે
 આપઘાત કરનાર મહિલાએ બાળક અને આધારકાર્ડ બહાર મૂકી કેનાલમાં ઝંપલાવી દીધુ હતું. કેનાલમાં મહિલાએ
ઝંપલાવ્યુ હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મામલતદાર પી.એસ. પંચાલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દિયોદર તાલુકામાંથી પસાર થતી લુદ્રા કેનાલમાં અબાળા ગામની મહિલાએ ઝંપલાવી આપઘાત કરી લીધો છે. 
અબાળા ગામની રમીલાબેન દશરથજી ઠાકોર નામની મહિલાએ અગમ્ય કારણોસર આપધાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. મહિલાએ પોતાના બાળકને આધારકાર્ડ સાથે કેનાલ બહાર મૂકી ઝંપલાવી દીધુ હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ગુરૂવારે મોડીરાત સુધી ભારે શોધખોળ કર્યા બાદ પણ મહિલાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. શુક્રવારે ફરી શોધખોળ કરતા સવારે મૃતક મહિલાની લાશ મળી આવી હતી. જેને લઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News