ગાંધીનગર નજીક કોલવડામાં મહિલાને કોરોના પોઝીટીવથી ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 11:51:53
  • Views : 440
  • Modified Date : 2020-04-15 11:51:53

ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામમાં એક ૫૩ વર્ષીય મહિલાને કોરોના
પોઝીટીવ આવતા ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા ૧૬ થઈ ગઈ છે. ગાંધીનગર નજીક ગામડામાં આ કેસ મળતા વહીવટી તંત્ર એ હરકતમાં આવી યુધ્ધના ધોરણે કોલવડામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર પ્રાંત અધિકારી એસ.એમ.ભોરણીયાએ જણાવ્યું છે કે, ગાંધીનગર શહેરને અડીને આવેલા કોલવડા ગામમાં એક મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો છે, આથી જિલ્લાની આરોગ્ય સંબંધિત ટીમો દ્વારા
પોતાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. આ સાથે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ, ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ. ભોરણીયા અને તાલુકા વિકાસ અધિકારી ગાંધીનગર, જી.એ.ધાંધલીયાએ કોલવડાની રૂબરૂ મુલાકાત લીધી હતી.
જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર અને મેડિકલ સ્ટાફ પાસેથી દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી, સંપર્કમાં આવેલ લોકો, દર્દીની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.  જિલ્લા વિકાસ અધિકારીએ મેડિકલ ઓફિસર અને આરોગ્યની ટીમને સઘન અને ગુણવત્તાયુક્ત હાઉસ ટુ હાઉસ સર્વે કરવા તથા આજુબાજુના વિસ્તારના લોકોને તાત્કાલિક હોમ ક્વોરોન્ટાઈન  કરવા સૂચના આપી હતી. વધુમાં સર્વે દરમિયાન શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓ સંદર્ભે તાત્કાલિક આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
સમગ્ર ગામમાં દિવસ દરમિયાન એક વખત સેનીટાઈઝેશન કરવામાં આવે, ગામમાં દરેક ઘરે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થાય, સ્વચ્છતા ઝુંબેશ કરવામાં આવે અને ચુસ્ત રીતે લોકડાઉન
પાલન થાય તથા હવે કોલવડા ગામમાં આ એક કેસ નોંધાયા બાદ બીજો કેસ ન  નોંધાય તે અંગે સંપૂર્ણ તકેદારી રાખવા સરપંચ, તલાટી કમ મંત્રી અને હાજર રહેલ મેડિકલ ઓફિસરને તાકીદ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News