વાવ તાલુકાના ઢીમા ગામે ગુરુવારે ધોળા દિવસે ઘરમાં બેઠેલ મહિલાને વાસણ ધોવા તેમ કઈને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 12:19:49
  • Views : 1032
  • Modified Date : 2019-09-27 12:19:49

વાવ તાલુકાના ઢીમા ગામે ગુરુવારે ધોળા દિવસે ઘરમાં બેઠેલ મહિલાને વાસણ ધોવા છે તેમ કહી ત્રણ જેટલા ગઠિયાઓએ મહિલા ઉપર પ્રવાહી છાંટી બેહોશ કરી હાથમાં પહેરલ સોનાની બંગડીઓ કાઢી ફરાર થઈ જતા ગામની અંદર ચકચાર મચી જવા પામી છે.
વાવના ઢીમા ગામે જૈન દેરાસર પાસે રહેતા એક શિક્ષકની માતાના ઘરે ગુરુવારે સવારના અગિયાર વાગ્યાની આસપાસ ત્રણ ગઠિયા ઘરે આવી વાસણ ધોવાનું કહી મહિલા ઉપર કોઈક પ્રવાહી નાખતા મહિલા બેભાન થઇ ગઇ હતી. જેથી મહિલાના હાથમાં પહેરલ સોનાની બંગડીઓ કાઢી લઈ રફુચક્કર થઈ ગયા હતા.મહિલા ભાનમાં આવતા તેના પુત્રને જાણ કરતા તેના પુત્રે વાવ પોલીસને જાણ કરતા વાવ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ રસ્તા પરના સીસી ફૂટેજ ચેક કરી આગળ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.

Download Our B K News Today App



Related News