થરાદ મત વિસ્તારમાં મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:42:45
  • Views : 499
  • Modified Date : 2019-04-27 11:42:45

થરાદ તાલુકાના ૧૩૦ ગામોને પ્રચાર કરી ખુંદી નાખ્યા તેમજ સતત ૧૮ દિવસ પ્રચાર કરી મહિલાઓમાં જાગૃતતા લાવી તેમજ મતદાન કરવા પ્રેરીત કર્યાલોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળને થરાદ મતવિસ્તારમાં ઓછી લીડ મળે તેમ હતુ  તેમજ ભાજપનો ગઢ ગણાય છે.  પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ ભારે મહેનત ઉઠાવી વધુમાં વધુ મતો કોંગ્રેસ પાર્ટીમાં થાય તેવી મહેનત કરી હતી. તેમજ કોંગ્રેસ સમિતિના થરાદ તાલુકાના મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ લોકસભામાં વધારે સારી મહેનત કરી તે બદલ તેમની જિલ્લા પ્રદેશ સમિતિમાં નોંધ લેવામાં આવી છે. તેમજ ગીતાબેન નાઈએ જે કોંગ્રેસ પાર્ટીને વધારે મતો મળે અને મહિલાઓને જાગૃત કરી તે બદલ લોકસભાના ઉમેદવાર પરથીભાઈ ભટોળ વ્યક્તિગત ગીતાબેનની પ્રશંશા કરી હતી. તેમજ કોંગ્રેસ સમિતિને અનુરોધ કર્યા હતા કે આવી જાગૃત મહિલાઓને ઉપર લેવલેસ્થાન આપવામાં આવે. તેમજ ગીતાબેન નાઈથી વાતચીત કરતાં જાણવા મળ્યું હતુ કે મેં કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા તેમજ કોંગ્રેસના ઉમેદવાર મારા વડીલ પરથીભાઈ ભટોળ વિજય થાય તે માટે પ્રયત્ન કર્યા છે જે મારી ફરજ છે.  


Download Our B K News Today App



Related News