ચૌધરી સમાજમાં કુરીવાજો બંધ કરવા મહિલાઓની બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 07:09:08
  • Views : 510
  • Modified Date : 2019-04-12 07:09:08

પાટણ તાલુકામાં આંજણા ચૌધરી સમાજમાં મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત રાજ્યના મહિલા મોર્ચા દ્વારા વિવિધ ગ્રામ્ય લેવલની બેઠકો યોજવામાં આવી રહી છે.
તાજેતરમાં આંજણા સમાજ મહિલા મોર્ચાના અધ્યક્ષ અવનીબેન ચૌધરી તથા તેમની ટીમ દ્વારા પાટણ તાલુકાના દુધારામપુરા, ભુતિયાવાસણા અને ઓઢવા ગામે મહિલા મંડળની બેઠકો યોજવામાં આવી હતી. જેમાં આંજણા સમાજ મહિલા મોર્ચાના અધ્યક્ષ અવનીબેન ચૌધરીએ જણાવેલ કે સામાજીક રીતરીવાજો અને પરંપરાના સંરક્ષણ માટે જો મૂળભૂત એકમ હોય તો તે પરિવાર છે અને પરિવારોથી બનેલો સમૂહ એટલે સમાજ માટે સમાજ સશક્ત, સુવ્યવÂસ્થત હોવો જરૂરી છે. જેના માટે સમાજમાં જે બદીઓ વધી રહી છે તે દૂર કરવી પડશે. તેમજ હાલના આ જમાના સાથે તાલ મિલાવવા સમાજની દીકરીઓ અને દીકરાઓને પૂર્ણ શિક્ષણ આપવુ પડશે. તેમજ પોતાના બાળકો પર વધારે ધ્યાન આપવુ પડશે. આ કાર્યક્રમમાં અવનીબેન ચૌધરી સાથે જતનબેન ચૌધરી, જલ્પાબેન ચૌધરી અને અન્ય બહેનો પણ જોડાઇ હતી અને આ ગામડાઓના, સમાજના વડીલો અને બહેનો મોટા પ્રમાણમાં હાજર રહી હતી.

 

Download Our B K News Today App



Related News