મહિલાને મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી શખ્સે રૂ. 2 લાખ ઉપાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-28 18:00:24
  • Views : 333
  • Modified Date : 2019-12-28 18:00:24

સિદ્વપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા એટીએમ પર પૈસા ઉપાડવા ગયેલ મહિલાને મદદરૂપ થવાના બહાને તેમનું એટીએમ કાર્ડ બદલી યુવકે ચાર દિવસમાં રૂ.2,01,174 તફડાવી લીધાની વધુ એક ઘટના બહાર આવી છે. જેમાં મહિલાના પતિએ બેન્કમાં અરજી કરી સિદ્વપુર પોલીસમથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.આમ પોલીસના જણાવ્યા મુજબ સરસ્વતી તાલુકાના મેસર ગામના વતની સંજયકુમાર ત્રિકમભાઇ પરમાર તેમના પત્ની રેણુકાબેન સાથે રાજકોટ ખાતે રહે છે. જેઓ સાત માસ અગાઉ રેણુંકાબેન તેમના પિયર સિદ્ધપુર તાલુકાના વાધણા ગામે આવેલ હતા.ત્યારે તેમની પાસેનું એટીએમ કાર્ડ લઇને તા.25-05-2019 નારોજ સિદ્વપુર રેલ્વેસ્ટેશન નજીક આવેલ એસબીઆઇના એટીએમમાં રૂ.5,000 ઉપાડવા ગયા તે વખતે મદદરૂપ થવાના બહાને ત્યાં ઉભેલા યુવાને કાર્ડ બદલી નાખી. બાદમાં ચાર દિવસ બાદ રૂ. 2,01,174 ઉપડી જતાં ચોકી ઉઠ્યા હતા. તેઓએ કાર્ડ ચેક કરતાં અજીત જે ઠાકુર નામના શખ્સ હતા.આ અંગે તેમણે રાજકોટ એક્સીસ બેંકમાં લેખિત અરજી આપી પાટણ આવી એકસીસ બેન્કમાં સ્ટેટમેન્ટ કઢાવતા તારીખ 25,27,28, અને 29 મે 2019ના રોજ અલગ-અલગ જગ્યાથી રૂ.2,01,174 ઉપડી ગયા હતા.આમ આ અંગે બેંક દ્વારા પોલીસ ફરીયાદની નકલ માંગતાં રેણુકાબેન પતિ સંજયકુમારે સિદ્વપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે તેવુ તપાસ અધિકારી પીએસઆઇ એસ.એમ.પઠાણે જણાવ્યુ હતું.

Download Our B K News Today App



Related News