જયસ્વાલ સમાજ મહિલા પાંખ દ્વારા વડોદરામાં મહિલા દિવસ અને હોળી કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 11:16:02
  • Views : 496
  • Modified Date : 2021-03-26 11:16:02

વડોદરા જયસ્વાલ સર્વવર્ગીય મહિલા સમાજ દ્વારા મહિલા દિવસ અને હોળી નિમિત્તે એક સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં શ્રીમતી ઉષા જયસ્વાલ દ્વારા મહિલા ગૃહ ઉદ્યોગની કર્મઠ અને સાહસિ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું હતું કે વિકટ રસ્તાઓની સમસ્યાઓને નજર અંદાજ કરી મહેનત અને સંકલ્પ શક્તિ દ્વારા આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાવાળી જયસ્વાલ સમાજની મહિલાઓ ઉપર અમને ગર્વ છે. આ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ મહિલા પદાધિકારીઓને
સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. સોનલબેન, જયશ્રીબેન, હંસાબેન, પન્નાજી, કામિનીજી, મોનાજી,
અંકિતાજી, ચાંદનીજી, ઉમેશજી, મહેકજી, પિન્કીજી, યોગીતાજી વિગેરે હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વડોદરાના ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જાેષી વિશેષ અથિતિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર જિલ્લા પ્રમુખ મનીશભાઈ જયસ્વાલનું આ કાર્યક્રમને સફળ બનાવવા મોટું યોગદાન રહેલું છે. જયસ્વાલ સમાજના વડોદરાના પદાધિકારીઓમાં શ્રીમતી નેહાબેન, અનિતાબેન, ચંદાબેન, લીનાબેન, ડો.હર્ષાબેન અને રાણીબેન તેમજ ગુજરાત પ્રભારી મદનલાલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેશભાઈ, રાજુભાઈ, હરિપ્રકાશભાઈ, શ્રીમતી લક્ષ્મીબેન અરવિંદભાઈ, ઉષાબેન, સુધાબેન, પંકજભાઈ વિગેરે હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News