મહેસાણા પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 12:24:49
  • Views : 451
  • Modified Date : 2019-07-26 12:24:49

મહેસાણા  પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાના માર્ગદર્શન હેઠળ પોલીસ  સ્ટેશનની હદમાં ચાલતી પ્રોહી તથા જુગારની અસામાજીક પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે તા.રપ/૭/૧૯ ના રોજ એમ.બી.વાઘેલા (પો.સ.ઈ.), ગોવિંદભાઈ  મફાભાઈ (એ.એસ.આઈ.), પ્રવિણભાઈ સોમાભાઈ (હેડ.કોન્સ.), ધનશ્યામભાઈ ભીખાભાઈ (હેડ, કોન્સ.), અરવિંદકુમાર નાથુભાઈ (હેડ, કોન્સ.) હર્ષદસિંહ કકુસિંહ, દિલીપકુમાર શીવાભાઈ (હેડ,કોન્સ.) તેમજ ચેતનકુમાર જેસંગભાઈ સહિતનો સ્ટાફ  માનવ આશ્રમ ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતા. તે  દરમિયાન રામોસણા જકાતનાકા તરફથી એક ગાડી પૂરઝડપે આવતી હતી જે ગાડીને ઉભી રાખવા માટે ઈશારો કર્યો  હોવા છતાં ગાડી ઉભી ન રાખતા તેનો પીછો કરતા ટાટા કંપનીની ઈન્ડિગો ગાડી નં આર.જે ૧૭ સી.જી - ૦૧૩૦ માં તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી પાસ પરમીટ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ર૦૭ મળી કુલ રૂ.૪૦,૩ર૦, ઈન્ડિગો ગાડીની કિંમત રૂ.ર,૦૦,૦૦૦ મળી કુલ રૂ.ર,૪૦,૩ર૦ના મુદ્દામાલ સાથે (૧) સોલંકી પંકજ /સત્ય નારાયણ તુલસીરામ (ઉ.વ ૩૧, રહે.લોહાવત બિશ્નાવાસ તા. લોહાવત, જિ.જાધપુર, રાજસ્થાન) તેમજ ર) બિશ્નોઈ સુરેશ/બાબુલાલ માનારામ (ઉ.વ ર૧, રહે. લોહાવત બિશ્નાવાસ, તા. લોહાવત, જિ. જાધપુર, રાજસ્થાન) વાળા વિરૂધ્ધ પ્રોહી ગુ.ર.નં. ર૩૮/૧૯ તેમજ પ્રોહી કલમ એક્ટ - ૬પ (એ) (ઈ) ૧૧૬ (બી), ૮૧,૭૮, (ર) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે ? 


Download Our B K News Today App



Related News