મહેસાણા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા નિરીક્ષકો, પક્ષો તેમજ હરીફ ઉમેદવારો સાથે બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 07:09:40
  • Views : 543
  • Modified Date : 2019-04-10 07:09:40

મહેસાણા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૩ એપ્રિલના રોજ યોજાનાર છે. ચૂંટણી મુક્ત, ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે. મહેસાણા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માટે ૦૪ મહેસાણા સંસદીય મતવિસ્તાર સામાન્ય નિરીક્ષક તરીકે  મૃત્યુંજયકુમાર બરનાલ અને પોલીસ નિરીક્ષક તરીકે ડો.માલીની અગ્રવાલની ચૂંટણીપંચ દ્વારા નિમણુંક કરાઇ છે. ઉપરાંત ૦૨  ખર્ચ નિરીક્ષકોની ભારતના ચૂંટણીપંચ દ્વારા નિમણુંક કરાઇ છે. જેમાં  અસીમ શર્માને ૨૩ બેચરાજી,૨૫ મહેસાણા, ૨૬ વિજાપુર અને ૩૭ માણસા  ચૂંટણી ખર્ચ દેખરેખ માટે વિધાનસભા મતવિભાગ ફાળવેલ છે. જ્યારે  કાનન નારાયણને ૨૧ ઉંઝા,૨૨ વિસનગર, અને ૨૪ કડી સહિત ૨૧ ઉંઝા વિધાનસભા વિસ્તાર માટે પણ ખર્ચ નિરીક્ષક છે.આ ઉપરાંત  બી અબ્દુલ નાસરને સામાન્ય નિરીક્ષક ઉંઝા ખાતે નિમણુંક કરાઇ છે. જેઓ બેઠકમાં ઉપસ્થિત રહી રાજકીય પક્ષો તેમજ હરીફ ઉમેદવારો સાથે ચૂંટણી સંબધિત ચર્ચા કરી હતી.
 જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી ન્યાયી, મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે દિશામાં ચૂંટણી તંત્ર કટિબધ્ધ બન્યું છે. આદર્શ આચાર સંહિતાની અમલવારી બાબતે પણ ચર્ચા કરી હતી. જેમાં ચૂંટણી પૂર્વેના ૭૨ કલાક પહેલાં રાઉન્ડ ધ ક્લોક કામ કરવામાં આવનાર છે. રાજકીય પક્ષો સહિત હરીફ ઉમેદવારોને જણાવ્યું હતુ કે મતદાન પુર્વેના ૪૮ કલાક પહેલાં ચૂંટણીપંચ દ્વારા સૂચવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં જેતે મતદાર વિભાગના ના હોય તેવા સમર્થકોને સ્થળ છોડવા પણ જણાવ્યું હતું  મહેસાણા જિલ્લામાં વિધાનસભા દીઠ ૦૫ મતદાન મથકો થઇ કુલ ૩૫ સખી મતદાન મથકોમાં માત્ર સ્ત્રી કર્મચારીઓ દ્વારા મતદાનની કામગીરી થનાર છે. જેમાં તમામ મહિલા કર્મચારીઓ મતદાન પ્રક્રિયાની કામગીરી કરશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ઇવીએમ રેન્ડમાઇઝેશન, સ્ટાફ રેન્ડમાઇઝેશન, મોકપોલ સહિત વિધાનસભા દીઠ ૦૫ બુથના વીવીપેટની રેન્ડમાઇઝેશન બાબતે થનારી ગણતરી સહિતની વિવિધ ચૂંટણીપંચના સૂચનોથી માહિતીગાર કર્યા હતા.મહેસાણા સંસદીય મતવિસ્તાર સામાન્ય નિરીક્ષક તરીકે  મૃત્યુંજયકુમાર બરનાલે સી-વીજીલ એપ્લીકેશન બાબતે માહિતી આપી હતી. જેમાં ૧૦૦ મિનીટમાં ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે. ફરિયાદી મોબાઇલમાં સીવીજીલ એપ્લીકેશન ડાઉનલોડ કરી જે ફરિયાદ હોય તેનો ફોટો પાડીઅપલોડ કરવાનો હોય છે. સીવીજીલમાં ફરિયાદીને તેના ફરિયાદ બાબતની કાર્યવાહીની પણ માહિતી મળે છે. સીવીજીલમાં ચૂંટણી સંબધિત તમામ બાબતોની ફરિયાદ કરી શકાય છે. પોલીસ નિરીક્ષક  ડો.માલીની અગ્રવાલે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ખાસ તકેદારી રખાઇ છે. જિલ્લાના નવ નાકા પર ખાસ ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા, નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા સહિત જિલ્લાના અધિકારીઓ, નોડલ અધિકારીઓ,પક્ષોના પ્રતિનિધિઓ અને હરીફ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.નોડલ અધિકારીઓની બેઠકમાં મતદાર ગાઇડ, સ્લીપ અને બાકી એપીક કાર્ડનું વિતરણ થાય તે બાબતની કાળજી લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં ૩૫ સખી મતદાન મથકો બાબતે પણ ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત જિલ્લામાં  ૮૭૬૮ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેઓને અપાતી સુવિધા બાબતે ચર્ચા કરાઇ હતી.મહેસાણા સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ ૦૯ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ મતદારોની માહિતી નીચે મુજબ છે.  મહેસાણા લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભામાં ૮,૫૩,૨૦૦ પુરૂષ મતદારો અને ૭,૯૪,૨૩૪ સ્ત્રી મતદારો સહિત ૩૬ અન્ય મતદારો મળીને ૧૬,૪૭,૪૭૦ મતદારો છે.

Download Our B K News Today App



Related News