આલમપુરના સંત સિરોમણી મહાવીરદાસ ત્રિવેણીદાસ બ્રહ્મલીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-18 11:17:30
  • Views : 685
  • Modified Date : 2020-05-18 11:17:30

ગાંધીનગર નજીકના આલમપુર ગામના અતિ આદરણિય અને સંત સિરોમણી મહાવિરદાસજી ત્રિવેણીદાસ જી અને હનુમાનજીના ઉપાસક અને અખંડ બ્રહ્મચારી એવા સંત આજે  પ્રભુધામમાં પગ માંડયા છે ત્યારે સમગ્ર ગામ તેઓની આ ખોટને પુરી નહી શકે સમગ્ર ગામ આ સંત સિરોમણીની વિદાયથી ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી રહ્યું છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અને મોક્ષની ગતિ આપે તેવી પ્રાથના કરી રહ્યું છે. આ પ્રખર અને ભક્તિની ચરમસીમાને ખરા અર્થમાં સાર્થક કરી દીધી હતી. આલમપુર ગામના દેવી દેવતાઓ જાણે રૂબરૂ આવીને આં સંતની વાતો માનતા હોય તેવી ગ્રામજનોને હંમેશા આભાષ થતો હતો.
આ સંત સિરોમણી મહાવીરદાસ ત્રિવેણીદાસ છેલ્લા ઘણા સમયથી થોડી અસ્વસ્થ હાલતમાં હતા. ગામના જ એક પરિવારને આવા સનાતન સંતની સેવાનો લાહવો મળ્યો હતો. આ સંત દ્વારા ગામના રામમંદિરનો સીલાન્યાસ પણ તાજેતરમાં કરવામાં આવ્યો હતો. તેઓનો જન્મ તા. ૦૧-૦૧-૧૯૧૨માં થયો હતો. તેઓની ઉમર અંદાજે ૧૧૧ વર્ષ જેટલી હતી તેઓ ઘણા લાંબા સમય સુધી આલમપુર ગામના મંદિરોમાં
પોતાની સેવાથી જાણે દેવી દેવતાઓને  રીજવી દીધા હોય તેમ લાગી રહ્યું હતું. ગ્રામજનોનું તો એવુ પણ કહેવુ છે કે, આ સંત સાથે તો શાખસાત અંબાજી વાતો કરતા હતા અને વહેલી સવારે રામ ભક્ત હનુમાન વાનર સ્વરૂપમાં તેમના રામદોહા સાંભળા માટે તેમની પાસે આવીને બેસતા હતા.
આ સંતની વિદાયના સમાચાર સાંભળીને ગ્રામજનો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડયા હતા. તેઓના અંતિમ વિધી સિધ્ધપુર ખાતે યોજવામાં આવી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સંત પોતાની સેવા અને ભકિતની અનોખી છાપ ગ્રામજનો પર છોડીને ગયા છે.

Download Our B K News Today App



Related News