"અંબાજીમાં પાયલટ બાબાની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, આજે દસ મહાવિદ્યાનો હવન શરૂ થશે "

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-08 11:45:24
  • Views : 459
  • Modified Date : 2019-11-08 11:45:24

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી, ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે. આ ધામમાં દેશભર માંથી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ધામમાં હાલમાં ભારતના મોટા એવા
પાયલટ બાબા પોતાના વિદેશી ભક્તો સાથે આવ્યા છે અને ૭ નવેમ્બર થી ૧૭ નવેમ્બર સુધી અંબાજી ખાતે ૧૦૮ કુંડી દસ મહાવિદ્યાનો હવન સતત ૧૦ દિવસ સુધી ચાલવાનો છે. ત્યારે હવન પૂર્વે પાયલટ બાબા સવારે અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ તેમની હાજરીમાં તેમના ભક્તગણ દ્વારા આ શોભાયાત્રા અંબાજી નગરમાં ઘુમી હતી.
સવારે શક્તિદ્વારથી પાયલટ બાબાના ભક્તોએ શોભાયાત્રા નીકળી હતી. આ પૂર્વે અંબાજી મંદિરના મહારાજ કશ્યપભાઈ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ બેન્ડ બાજા, ડી.જે., ઘોડા, બગી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં વિદેશી ભક્તો
પણ જોડાયા હતા અને માથે માટલી મૂકી ગરબે રમ્યા હતા. અંબાજીના બજારોમાં  શોભાયાત્રા ઘૂમી હતી સાથે વિદેશી ભક્તો પણ માથે ગરબો મૂકીને માતાજીના ગરબા રમતા જોવા મળ્યા હતા. અંબાજીના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ હતો જેમાં આટલી મોટી સંખ્યામાં વિદેશી ભક્તો માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. આ શોભાયાત્રા શક્તિદ્વારથી જૂની કોલેજ સુધી અંબાજીમાં નીકળી ત્યારે મોટી સંખ્યા ભક્તો જોડાયા હતા અને આજથી અહીં રોજે રોજ એક દેવીના નામનો હવન થશે. આમ દસ દિવસ સુધી રોજ અલગ-અલગ દેવીના નામનો હવન થશે. આ હવનમાં ૧૦૮
કુંડી દસ મહાવિદ્યાનો હવન વિશ્વ કલ્યાણ અર્થે પ્રથમવાર અંબાજી ધામમાં થઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં વિદેશી ભક્તો સહિત મહામંડલેશ્વર સંતો સહિત મહાનુભાવો આ હવનમાં હાજરી આપશે.

Download Our B K News Today App



Related News