મહાશિવરાત્રી પર્વ નિમિતે સોમનાથ મંદિરમાં ત્રિ-દિવસીય ભવ્ય લોકરંગ મહોત્સવ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 13:08:14
  • Views : 386
  • Modified Date : 2020-02-12 13:08:14

  મહાશિવરાત્રિને થોડાક જ દિવસની વાર છે ત્યારે સોમનાથ સહીત જૂનાગઢમાં પણ શિવરાત્રીની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સોમનાથ  મહાદેવનું મંદિર બાર જ્યોર્તિલિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. શિવરાત્રી દરમિયાન સતત 42 કલાક સુધી સોમનાથ મંદિર ભાવિક શિવભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રીએ સવારે 4 વાગ્યે ખુલશે જે તા. 22 ફેબ્રુઆરી રાત્રે દસ વાગ્યે દર્શન બંધ થશે. એટલે કે મંદિર દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે.આમ મહાશિવરાત્રીને લઈને મંદિરમાં પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રિ પર્વની શરૂઆત 20 ફેબ્રુઆરીથી શરુ થશે જયારે 23મી ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. આ શિવ પર્વ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે.  આ કાર્યક્રમમાં ભારતના ૨૯ રાજ્યોના ૬૩૦ જેટલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોક કલાકારો લોકસંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે.મહાશિવરાત્રી દરમિયાન મંદિર પાસે 4 જગ્યાએ ભોજનપ્રસાદ માટેના ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં શિવભક્તો વિનામૂલ્યે પ્રસાદ ગ્રહણ કરી શકશે. શિવરાત્રી પર દેશવિદેશથી ભાવિક ભક્તો સોમનાથ દર્શન માટે આવતા હોઈ છે. જેને ધ્યાનમાં રાખીને રેલ્વેમાં વધારાના કોચ જોડવા અને વિશેષ ટ્રેન જૂનાગઢ- સોમનાથ વચ્ચે ચલાવવા માટે પણ માંગણી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News