જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આરંભ, ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું ગિરનાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-22 17:44:30
  • Views : 44
  • Modified Date : 2025-02-22 17:44:30

જૂનાગઢમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રિ મેળા અંગેનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. વાહન સહિતના પાસ મેળવવા ધસારો થયો છે. અન્નક્ષેત્રોમાં સ્વયંસેવકો મીઠાઈ-ફરસાણ સહિતની રસોઈ બનાવવામાં લાગી ગયા છે. ત્યારે આજે (22મી ફેબ્રુઆરી) જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરીને મેળાની શરુઆત કરાઈ હતી. જેમાં અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, જૂનાગઢ પોલીસ દ્વારા AI ટૅક્નોલૉજીના માધ્યમથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને પાર્કિંગ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવશે. 

Download Our B K News Today App



Related News