ગુલાબસિંહ રાજપૂત થરાદ શહેરમાં વિજય મહારેલી સાથે લોકોને મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-26 12:03:14
  • Views : 766
  • Modified Date : 2019-10-26 12:03:14

થરાદ વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો મોટો વિજય થયો છે. જેમાં થરાદ તાલુકામાં આવેલા દેવ ધામોના દર્શન કર્યા તેમજ કરબુણ ખાતે નાગરવાન બાપજીના આશીર્વાદ મેળવ્યા. તેમજ થરાદ ખાતે થરાદ શહેરમાં કોંગ્રેસના
સ્થાનિક આગેવાનો સાથે ચાલતા મહારેલીનું આયોજન કર્યુ અને લોકોને રૂબરૂ મળ્યા. તેમની સાથે થરાદના આગેવાનો જાડાયા જેમાં કોંગ્રેસ અગ્રણી ડી.ડી. રાજપૂત, આંબાભાઈ સોલંકી, પ્રધાનજી
ઠાકોર, પથુભાઈ રાજપૂત, રમેશભાઈ રાજપૂત,  પ્રવિણભાઈ વરણ, ભમરાજી ઠાકોર, દિપકભાઈ ઓઝા, જયંતિલાલ ડી. નાઈ, વંસતભાઈ દવે તેમજ મારવાડી સમાજના બે આગેવાનો માંગીલાલ પટેલ, ભીખાલાલ પટેલ પણ જાડાયા હતા અને વિજય મહારેલી કાઢી હતી.

Download Our B K News Today App



Related News