કાંકરેજના શિરવાડા ખાતે આઠમના દિવસે મહાઆરતી અને મહાકાળીના ગરબાનો કાર્યક્રમ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-15 11:41:47
  • Views : 394
  • Modified Date : 2021-10-15 11:41:47

ભારતીય સંસ્કૃતિમાં માનવમુલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા "જીઓ અને જીવવા દો"ની ભાવના સાથે આરોગ્ય-મનોરંજન-કોમી એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે.મૃતાત્માને તર્પણ વિધિના શ્રાધ્ધ પર્વ પુર્ણ થતાં જ માં જંગદંબા આધશકિતનુ પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે.નવરાત્રી એટલે શકિત-ભકિત-

આરાધનાનુ પર્વ,નવરાત્રિ વિશ્વનો મોટામાં મોટો તહેવાર છે. નવરાત્રી માં આઠમનુ વિશેષ મહત્વ રહેલુ છે.આઠમના દિવસે બહારગામ રહેતાં દરેક લોકો પોતાના માદરે વતન આવી આઠમના દિવસે માતાજીની પલ્લી ભરે છે.આજેય કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ભવાઈવેશ તેમજ અલગ અલગ રીતે ગરબા રમી માતાજીના ગુણગાન ગાય છે.જે અંતર્ગત કાંકરેજ તાલુકાના બ્રહ્મપુરી શિરવાડા ગામના દશઘરવાસ યુવક મંડળ દ્વારા નવરાત્રીની આઠમના દિવસે મહાઆરતી ઉતારવામાં આવી હતી.અને મહાકાળી માતાજીનો પારંપારીક વેશભુષા પહેરી જોષી માવજીભાઈ લખીરામભાઈ એ મહાકાળીનો ગરબો માથા ઉપર ઉપાડી મહાકાળીનો વેશ ભજવ્યો હતો.સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આજના આધુનિક ટેકનિકલ યુગમાં પણ શિરવાડામાં વર્ષોથી ચાલી આવતી જુની પરંપરા જાળવી રાખી છે.આજેય પણ આંટીવાળા ગરબા આ ગામના આંગણે રમાય છે. કલાકારો મહેશભાઈ જોષી અને પ્રવિણભાઈ જોષીના સ્વમુખે ગરબા ગવરાવવામાં આવે છે. મહાભારત અને રામાયણ આધારીત ગરબા જેવા કે "સોલંકીનો ગરબો", "બહુચરાજીનો ગરબો", "મહાકાળીનો ગરબો", "લીરા રે ગીરધારી" જેવા પ્રાચીન ગરબા ગવાય છે.દેશી ઢોલના તાલે  બાળકોથી લઈ યુવકો,વડીલો સૌ કોઈ સફેદ ધોતી અને સફેદ શર્ટ પહેરી માતાજીને રીઝવવા ગરબે ધુમે છે.આ ગરબા પુરૂષો ગાય છે.અને પુરૂષો રમે છે.મહીલાઓ તો ખાલી શ્રોતાઓ બની જુએ છે.જે પરંપરા અને પ્રથા હજુય અકબંધ જળવાયેલી છે.

 આ કાર્યક્રમમાં દશધરવાસના યુવક મંડળના યુવકો દ્વારા દશદિવસ ભારે જહેમત ઉઠાવી

કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News