પુનામાં 7 દિવસનું મિની લોકડાઉન, લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય તમામ સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 14:49:04
  • Views : 310
  • Modified Date : 2021-04-02 14:49:04

    મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. સરકારે સખ્તી શરૂ કરી દીધી છે. આ જ કડીમાં પુનામાં આગળના 7 દિવસ લગ્ન અને અંતિમ સંસ્કારને છોડીને તમામ સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારમાં 20 લોકો અને લગ્નમાં 50 લોકોની હાજરીની પરવાનગી હશે. આ આદેશ શનિવારથી લાગુ થશે.મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસનો અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે. ગુરુવારે અહીં 43183 નવા સંક્રમિત મળ્યા છે. આ કોઈ એક રાજ્યમાં આવેલા કોરોનાના અત્યાર સુધીના કેસનો સૌથી મોટો આંકડો છે. સ્થિતિ કેટલી ખરાબ છે તે અંગેની માહિતી એ પરથી મેળવી શકાય છે કે વિશ્વમાં ગુરુવારે નોંધાયેલા કુલ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. પ્રથમ નંબરે બ્રાઝીલ, બીજા નંબરે ભારત, ત્રીજા નંબરે અમેરિકા, ચોથા નંબરે ફ્રાન્સ અને તે પછીના સૌથી વધુ કેસ માત્ર મહારાષ્ટ્રમાં જ છે.

    મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમાં સ્થિતિ અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પુણેમાં બેઠક કરીને ત્યાં લોકડાઉનનો નિર્ણય કરી શકે છે.મુંબઈમાં ગુરુવારે સૌથી વધુ કેસ 8646 દર્દીઓ મળ્યા. જ્યારે થાણેમાં 4795 કેસ મળ્યા. માર્ચમાં મુંબઈમાં કોરોનાના 88710 નવા કેસ મળ્યા, જે ફેબ્રુઆરીની સરખામણીએ 475 ટકા વધુ છે. આ દરમિયાન 216 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે ફેબ્રુઆરીની સરખામણી 181 ટકા વધુ છે. માર્ચમાં રાજ્યમાં 6.6 લાખથીવધુ કેસ આવ્યા, જે ફેબ્રુઆરીની સરખામણીએ 400 ટકા વધુ છે.

    કોરોનાના વધતા મામલાઓની વચ્ચે આજે મુંબઈમાં કડક પ્રતિબંધો લાગવાની શકયતા છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે દુકાનોને એક દિવસ બંધ અને એક દિવસ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. લગ્નોમાં મહેમાનોની સંખ્યા 50 સુધી સિમિત થઈ શકે છે.કોરોનાના ડરાવનારાઓના આંકડાઓની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગ્યે વર્ષા બંગલા પર ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બીજી તરફ ડેપ્યુટી CM અજીત પવાર પુણેમાં પિંપરી ચિંચવાડ અને પુનાના નિગમ અધિકારીઓની સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠક પછી લોકડાઉનને લઈને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

    પુણે નગર નિગમે નવા નિયમ બહાર પાડ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ કોરોના પોઝિટિવનું ઘરે મોત થયું છે તો તેના પરિવારે જ તેને શબવાહની સુધી પહોંચાડવો પડશે. વોર્ડ અધિકારી તરફથી મૃતકના પરિવારને એક બોડી બેગ અને ચાર PPE કિટ આપવામાં આવશે. તેમણે કિટ પહેરીને શબને બોડીમાં નાંખવાનું રહેશે અને પછી શબને શબવાહિનીમાં મૂકવાનુ રહેશે.અહીં ગુરુવારે 43183 નવા દર્દીઓ મળ્યા. 32641 દર્દીઓ સાજા થયા અને 249નું મૃત્યુ થયુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 28.56 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. તેમાંથી 24.33 લાખ લોકો સાજા થયા છે. હાલ 3.66 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.



Download Our B K News Today App



Related News