સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ શિક્ષકોની મહાપંચાયત યોજાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 16:19:20
  • Views : 87
  • Modified Date : 2023-12-10 16:19:20

પડતર પ્રશ્નો મામલે 2 હજાર શિક્ષકોની પદયાત્રા કરી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષક પડતર માંગણીને લઈને વિરોધ કરી રહયા છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ શિક્ષકોની મહાપંચાયત યોજાઈ હતી. સરકાર પડતર પ્રશ્નોનું તુરંત નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.સુરતના શિક્ષકોએ પદયાત્રા કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દક્ષિણ ગુજરાતના જુદા-જુદા ક્ષેત્રના શિક્ષકો મોટી સંખ્યામાં વિરોધ વ્યક્ત કરવા માટે સુરતમાં એકત્ર થયા હતા. શિક્ષકો સુરતના ઉમરા પાર્ટી પ્લોટ સાથે અઠવાલાઈન્સ ચોપાટી ઉપરાંત પોલીસ હેડક્વાર્ટસ મળી કુલ ત્રણ સ્થળોએ એકત્ર થયા હતા. શિક્ષકોએ અહીંથી પદયાત્રા કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં વિરોધ નોંધાવી સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Download Our B K News Today App



Related News