સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પ્રાંતિયામાં કોંગ્રેસ હાઇકમાન્ડની બેઠકમાં મહાનગરના ઉમેદવારોની ચર્ચા કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 11:27:43
  • Views : 255
  • Modified Date : 2021-01-29 11:27:43

રાજ્યમાં ૧ ફેબ્રુઆરીથી મહાનગરપાલિકા, તાલુકા
પંચાયત અને જિલ્લા
પંચાયતની ચૂંટણીની કાર્યવાહી શરૂ થઇ જશે. ત્યારે આજે ગુરૂવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના પ્રાંતિયા ગામના એક ફાર્મ હાઉસમાં મહાનગર પાલિકાના ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદથી દુર રાખવામાં આવેલી બેઠકનો ઉદ્દેશ વિવાદ ટાળવા માટેનો હતો. જેમાં ચૂંટણી નિરીક્ષકો હાજર રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય
પાર્ટીઓ મેદાનમાં આવી ગઇ છે. હવે તો રાજ્યમાં
ત્રિપાંખિયો જંગ જાેવા મળશે. આપ, ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોને મેદાનમા ઉતારશે. ત્યારે ઉમેદવારોના નામને આખરી ઓપ આપવા માટે કોંગ્રેસ દ્વારા પ્રાંતિયામાં આવેલા એક ફાર્મ હાઉસમાં બેઠક બોલાવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ, સાંસદ અમિ યાજ્ઞિક, નરેશ રાવલ સહિત ચૂંટણી નિરીક્ષકો હાજર રહ્યા હતા.
અમદાવાદ પ્રદેશ કાર્યાલથી પ્રાંતિયામાં બેઠક રાખવા પાછળ વિવાદ અટકાવવાનો હતો. સામાન્ય રીતે કોંગ્રેસના ઉમેદવારોમાં નારાજગી ઝડપથી જાેવા મળે છે. મારામારી સુધીના દ્રશ્યો સામે આવી જાય છે. પરિણામે ભાજપ તેનો લાભ લઇ જાય છે. બેઠકમાં આજે ઉમેદવારોના સંભવિત નામ
ઉપર સંમતિ બતાવાઇ હતી. જે આગામી ૧ ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી શકે છે.

Download Our B K News Today App



Related News