સિદ્ધપુરના ખોલવાડા ગામે મહામૃત્યુંજય યાગની શરૂઆત કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-13 13:42:08
  • Views : 276
  • Modified Date : 2021-06-13 13:42:08

     સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામે આવેલા ખેડાપતિ રોકડીયા હનુમાનજીના મંદિર ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દસમ સુધ વિશ્વ કલ્યાણ અર્થે વિશ્વમાં ચાલતી કોરોના મહામારી ના અંત તેમજ કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષ માટે ધીરૂદાસગિરી બાપુના આશીર્વાદથી વિશ્વ કલ્યાણ અર્થે ઓમ મૃત્યુમજય મહાદેવના મંત્રોચ્ચાર સાથે સિધ્ધપુર શહેરના ૧૧ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ખોલવાડા ગામે આવેલા રામગીરી ના આશ્રમ ખાતે વાંસની યજ્ઞશાળા બનાવીને આહુતિ આપવામાં આવી રહી છે. દસ દિવસના રુદ્રયાગ દરમિયાન મહામૃત્યુંજય  મંત્રને  સવા લક્ષ  આહુતી  આપી યજ્ઞ સંપન્ન કરાશે યજ્ઞના આચાર્ય પદે સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણ નિરજ ભાઈ ઠાકર દ્વારા યાગ કરાઇ રહ્યો છે.

Download Our B K News Today App



Related News