અંબાજીનો જય જયકાર અંબાજી ભાદરવી મહામેળો સુખરૂપ સંપન્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 11:07:41
  • Views : 475
  • Modified Date : 2019-09-15 11:07:41

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમ્યાન યોજાયેલ ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. મેળા પ્રસંગે લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પૂનમના દિવસે તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ મેળાના સમાપન પ્રસંગે અંબાજી ખાતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે કલેકટરે જણાવ્યું કે, મહામેળાની વ્યવસ્થાઓ અને સુવિધાઓની ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને યાત્રિકોએ પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે મહામેળાનો પ્રારંભ થયો હતો. તેમણે સેવાકેમ્પોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, મહામેળા પ્રસંગે સેવાકેમ્પોએ ખુબ સરસ કામગીરી કરીને માઇભક્તોને સારી સુવિધા પુરી પાડી છે. કલેકટરે જણાવ્યું કે, યુ.જી.વી.સી.એલ.ના વિશેષ ઇજનેર એલ.એ.ગઢવીએ સતત વીજ પુરવઠો જાળવી ખુબ સારી કામગીરી કરી છે. તેમણે કહ્યું કે, તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ખુબ સારી કામગીરી કરી છે જેને ટુંકમાં એક્સેલન્ટ જ કહી શકાય. તેમણે કહ્યું કે, માતૃમિલન પ્રોજેકટ દ્વારા મેળામાં
પરિવારથી વિખુટા પડેલા ૨૦૦ બાળકોને તેમના પરિવારથી મિલન કરાવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યાત્રિકોએ
રસપૂર્વક નિહાળ્યા છે. મેળામાં સરસ સ્વચ્છતા જાળવવા બદલ સફાઇ કામગીરી સંભળતા અધિકારીઓને કલેકટરે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, સ્વચ્છતાની યાત્રિકોએ ખુબ સરાહના કરી છે. કલેકટરે પોલીસ વિભાગ, નિવાસી અધિક કલેકટર, વહીવટદાર, દાંતા પ્રાંત અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત તમામ અધિકારીઓના નામ અને કામગીરીનો ઉલ્લેખ કરી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, સૌના સાથ અને સહકારથી પ્લાસ્ટીકમુક્ત થીમ ઉપર મેળો સફળતાપૂર્વક યોજવામાં આવ્યો છે. પદયાત્રી, સંઘો અને વહીવટીતંત્ર વચ્ચે સારૂ સંકલન રહેવાથી જરૂરી વ્યવસ્થાઓ સારી રીતે જાળવી શકાઇ છે. કલેકટરે કહ્યું કે, મા અંબાની કૃપાથી મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે.
આ પ્રસંગે વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. મહામેળા પ્રસંગે વિવિધ રીતે યોગદાન આપનાર તમામનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.વી.વાળા, પ્રાયોજના વહિવટદારશ્રી જી.એસ.પરમાર, વહીવટદારશ્રી એસ.જે.ચાવડા, દાંતા પ્રાંત અધિકારી શ્રીમતી કુસુમબેન પ્રજાપતિ, યુ.જી.વી.સી.એલ.ના વિશેષ ઇજનેરશ્રી એલ.એ.ગઢવી સહિત ભાદરવી પૂનમીયા સંઘના હોદ્દેદારશ્રીઓ, સેવાકેમ્પોના સંચાલકો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News