ખારેડા ગામે યોજાયો મહાકાળી માતાનો ગરબો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:45:06
  • Views : 463
  • Modified Date : 2019-04-16 06:45:06

સરસ્વતી  તાલુકાના ખારેડા ગામે શ્રધ્ધાનું પ્રતિક ગણાતું મહાકાળી માતાનું સ્થાન આવેલ છે. તેમાં બિરાજમાન મહાકાળી માતાની માનતાના ભાગરૂપે ગામના રણજીતજી વિરમાજી ઠાકોરે ગરબાની માનતા રાખી હતી. તેમાં ગત રાત્રે તેમના ફાર્મ ઉપર ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સવારે મહાકાળી માતાના મંદિરે ગરબો મૂકી સમસ્ત ગ્રામજનોને મીઠું ભોજન પિરસ્યું હતું. આ પ્રસંગે મંદિરના મહંત શાંતિપુરી બાપુ, કોઇટાના સંત અજમલદાસ બાપુ સહિત ભકતો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રણજીતજી વિરમાજી ઠાકોરે અને તેમના પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.


Download Our B K News Today App



Related News