ડીસા ખાતે પવિત્ર શ્રવણ માસમાં SCW સ્કૂલ પાસે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:33:40
  • Views : 237
  • Modified Date : 2021-09-07 11:33:40

     ડીસા ખાતે પવિત્ર શ્રવણ માસમાં SCW સ્કૂલ પાસે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી યોજાઈ હતી. હિન્દુ ધર્મમાં શક્તિ ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે. દર વર્ષે હિન્દુ ધર્મના લોકો અનેક તહેવારો નું ઉજવણી કરતાં હોય છે પરંતુ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર શ્રાવણ માસ માનવામાં આવે છે શ્રાવણ માસના એક મહિના સુધી હિન્દુ ધર્મના લોકો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ભોળાનાથની પૂજા-અર્ચના કરતાં હોય છે ત્યારે ડીસાના સી ડબલ્યુ સ્કૂલ પાસે આવેલ ૩૧ વર્ષ જૂનો પૌરાણિક રામેશ્વર મહાદેવજીના મંદિરે શ્રાવણ માસ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથ ના ભક્તોએ લાભ લઇ દર્શન કર્યા હતા. ૧૯૯૧માં મથુરા પ્રસાદ દવે દ્વારા રામેશ્વર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી દર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથના ભક્તો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભોળાનાથને રિઝવવા માટે ભક્તિભાવથી કાર્યક્રમો યોજવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે મંદિરે જતા તમામ કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે. ત્યારે બે વર્ષ બાદ પ્રથમવાર શ્રાવણ માસ નિમિત્તે રામેશ્વર મહાદેવના મંદિરે ભક્તો દ્વારા મહાઆરતીનો આયોજન કરતા ભોળાનાથના મંદિરને દીપ પ્રાગટ્યથી તેમજ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું શ્રાવણ માસ નિમિત્તે રામેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી

Download Our B K News Today App



Related News