મહા વાવજોડાનું સંકટ ટળ્યું, હોવા છતાં આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 13:20:52
  • Views : 442
  • Modified Date : 2019-11-07 13:20:52

રાજ્યમાં મહા વાવાઝોડાની આફત રાજ્ય પરથી ટળી જવા પામી  છે. ત્યારે વાવાઝોડું બપોરે 12 વાગ્યા બાદ અરબી સમુદ્ર ખાતે જ  ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ ગયું હોવા છતાં  હજી આગામી 24 કલાકમાં રાજયના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે દીવ કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે બપોરે 12 વાગ્યા પછી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની શક્યતા જોવાઈ રહી છે. આમ IMDના એક રિપોર્ટ પ્રમાણે વાવાઝોડુ ટળી ગયું હોવાની સંભાવના જોવાઈ રહી છે. તેમ છતાં રાજ્યમાં 5 એન.ડી.આર.એફની ટીમો  તૈનાત કરવામાં આવી છે. તેમજ 1500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમ વવાજોડાની અસરથી ગતરાતથી સતત વરસાદ પડી રહ્યો છે. જેની સામે તંત્ર પહોંચી વળવા તૈયાર છે.આમ  બપોર બાદ ગીર સોમનાથના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. તેમજ વર્તમાન સમયમાં વેરાવળના સમુદ્રમાં મોટા મોજાંઓ ઉછળી રહ્યા છે. જેને લઇને માછીમારોમાં ચિંતામાં સતત વધારો થયો છે. આમ  વેરાવળ બંદર પર લંગારાયેલી બોટો ક્ષમતા કરતા વધારે હોય તેવું લાગી રહ્યું છે. જેમાં જો ભારે પવન સાથે વરસાદ આવશે તો માછીમારોને કરોડો રૂપીયાનું નુકશાન થાય તેવી ભીતી છે.

Download Our B K News Today App



Related News