મહા’ વાવાઝોડાની આગાહીના પગેલ તંત્ર સજ્જ, NDRFની 15 ટીમો એલર્ટ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:49:54
  • Views : 341
  • Modified Date : 2019-11-02 13:49:54

ગુજરાતના દરિયા કિનારે ‘મહા’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ બની ગયું છે. 6 અને 7 નવેમ્બરના રોજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતે NDRFની ટીમોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત કોસ્ટ ગાર્ડ , નેવીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. ક્રાઈસીસ મેનેજમેન્ટનું બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમા ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News