મહા' વાવાઝોડાની શક્યતાને પગલે નર્મદા પરિક્રમા અટકાવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 13:25:02
  • Views : 378
  • Modified Date : 2019-11-05 13:25:02

મહા' વાવાઝોડાની શક્યતાને પગલે  નર્મદા પરિક્રમા અટકી જતા પરિક્રમવાસીઓ રસ્તામાં અટવાઇ ગયા છે. જેમાં હાંસોટના વહીવટી તંત્ર દ્વારા વમલેશ્વર હોડી ઘાટ બંધ કરવામાં આવ્યો છે. જેના લીધે 4 બસમાં 200થી વધુ પરિક્રમાવાસીઓને અધૂરી પરીક્રમા કરી પરત ફરવું પડ્યું છે. આમ 50થી વધુ પગપાળા પરીક્રમાવાસીને વમલેશ્વર આશ્રમ તેમજ કતપોર ગામે રોકાણ કરવાની ફરજ પડી છે. આ સિવાય આલીયાબેટ તેમજ હાંસોટના નાવિકોને નદી કે દરિયો ન ખેડવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.આમ દશેરા બાદ નર્મદા નદી 3600 કિમી. પરિક્રમા બે પડાવમાં શરૂ થાય છે, જેના પ્રથમ ચરણ હાંસોટ નજીક વમલેશ્વર કતપોર ગામ ખાતે પૂર્ણ કરી હોડીમાં નર્મદા સંગમ સ્થાનમાં દરિયામાંથી પસાર કરીને દહેજ નજીક મીઠી તલાવડી પહોંચતા હોય છે. દિવાળી બાદ પરિક્રમાવાસીઓમાં સતત વધારો થયો છે. ત્યારે મહા વાવાઝોડાના ઉભા થયેલા સંકટને લઇને તંત્ર દ્વારા વમલેશ્વર હોડી ઘાટ બંધ કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા 2 દિવસથી બંધ કરેલા હોડી ઘાટને લઇ 4 જેટલી બસોમાં 200 જેટલા પરીક્રમાવાસીઓને પરત ફરવાની ફરજ પડી છે. તો કેટલાક પગપાળા આવતા પરિક્રમાવાસીઓએ  વમલેશ્વર ખાતે આવેલા આશ્રમ અને ધર્મશાળા આશ્રય લેવાની ફરજ પડી છે.આમ 50 થી વધુ લોકોએ રોકાણ કર્યું છે. જેમની પંચાયત દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. -ખુશાલભાઈ પટેલ, સરપંચ વમલેશ્વર, કતપોર

નાવિકોને નદી કે દરિયો ના ખેડવા સૂચના અપાઈ॰ આલીયાબેટના રહીશ મહંમદભાઈએ જણાવ્યું હતું કે વાગરા મામલતદાર દ્વારા નદીમાં ના જવા સૂચના અપાઈ સાવધ રહેવા જણાવ્યું છે. હાંસોટ મામલતદાર દ્વારા પણ માછીમારોને દરિયા-નદીમાં ના જવા સૂચના આપી છે.200 જેટલા પરિક્રમાવાસીઓને પરિક્રમા ખંડિત કરવાની ફરજ પડી હતી. બસ મારફતે આવેલ 200થી વધુ પરિક્રમાવાસીઓ વમલેશ્વર ઘાટથી પરત ફરી દહેજથી મીઠી તલાવડી પરિક્રમાના બીજા ચરણની શરૂઆત કરવાની ફરજ પડી છે. નર્મદા નદીની પરિક્રમામાં હોડી મિલન સ્થળે પાણીમાં વચ્ચે નદી અને દરિયા સંગમસ્થળે પાણીનો અભિષેક કરી પૂજા કરી અનિવાર્ય છે. જે જોતા 200 પરિક્રમાવાસીની ખંડિત પરિક્રમા કરવાની ફરજ પડી છે.

Download Our B K News Today App



Related News