મહા' વાવાઝોડાંને લઈ CM રૂપાણીએ તાત્ત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી, મંત્રીઓને આપ્યા આ આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 13:19:35
  • Views : 527
  • Modified Date : 2019-11-04 13:19:35

રાજ્યમાં 'મહા' વાવાઝોડું 7 નવેમ્બરે ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે. જેને લઇને રાજ્ય સરકાર પર અલર્ટ થઇ છે. આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મુખ્ય સચિવ જે. એન. સિંહે જણાવ્યું કે સમગ્ર સ્થિતિ પર અમારી નજર છે, તમામ જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ.રાજ્યમાં મહા વાવાઝોડાને લઈને તંત્ર સંપૂર્ણ રીતથી તૈયા વાવાઝોડાની તમામ માહિતી કેન્દ્ર સરકારને અપાશે. માછીમારોને દરિયામાં જવાથી રોકવામાં આવ્યાં 'મહા' વાવાઝોડાંની તૈયારીને લઇને CM વિજય રૂપાણી એકશનમાં રાજ્યમાં મહા વાવાઝોડાંને લઇને રાજ્ય સરકાર એકશનમાં જોવા મળી રહી છે. જેને લઇને સીએમ વિજય રૂપાણીએ કેબિનેટ મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળી હતી. આ બેઠકમાં મહા વાવાઝોડાંને લઇને મંત્રીઓને પ્રભાવિત જિલ્લાઓના પ્રવાસ માટે સુચના આપવામાં આવી. મહા' વાવાઝોડાંને લઇને CMની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક રાજ્યમાં 'મહા' વાવાઝોડાંની દસ્તક વચ્ચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં 'મહા' વાવાઝોડાંની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી. જેમાં કેન્દ્ર સરકારના મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના વડા સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી. 'મહા' વાવાઝોડાંને લઇને અત્યાર સુધી રાજ્ય સરકાર તમામ રીતે તૈયાર હોવાનું બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ. મહા' વાવાઝોડાંને લઇને ચીફ સેક્રેટરી જે. એન. સિંહનું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ ચીફ સેક્રેટરી જે.એન. સિંહે નિવેદન આપ્યું છે. જેમાં ચીફ સેક્રેટરીએ કહ્યું કે સમગ્ર સ્થિતિ પર અમારી નજર છે. તમામ જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. જે. એન. સિંહે કહ્યું કે અમે સંપૂર્ણ પણે તૈયાર છીએ. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતરણની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે તમામ બંદર પર હાઇ એલર્ટ સૌરાષ્ટ્રના દરિયા કિનારે મંડરાઇ રહેલા 'મહા' વાવાઝોડાંના ખતરાને લઇને તમામ બંદર પર હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 'મહા' વાવાઝોડું 7 નવેમ્બરે ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. જો વાવાઝોડું માંગરોળથી પોરબંદર વચ્ચે ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલ આ વાવાઝોડાંની ગતિ દરિયામાં ધીમી પડી છે. તેમ છતાં તેની અસરના પગલે રાજ્યભરમાં પવન ફૂંકાય તેવી શક્યતા છે.  માંગરોળ-પોરંબદર વચ્ચે ટકરાવાની સંભાવના મહા વાવાઝોડું 7 નવેમ્બરે  માંગરોળથી પોરબંદર વચ્ચે ટકરાઈ શકે છે. જેના કારણે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારે મહા વાવાઝોડાને લઇ માછીમારોને 5,6 અને 7 નવેમ્બરે દરિયામાં ન જવા સૂચના આપી દેવાઇ છે. મહા વાવાઝોડાની અસરના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની સંભાવના મહા વાવાઝોડાને કારણે સાઉથ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટામં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, દ્વારકા, જામનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 6 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને 7 નવેમ્બરે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

Download Our B K News Today App



Related News