થરાદ ચાચરચોક ગરબીમાં આઠમના દિવસે મહા આરતી ઉતારવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:56:52
  • Views : 294
  • Modified Date : 2020-10-26 11:56:52

થરાદ ખાતે આવેલા ચાચર ચોક ગામ ગરબીમાં જગદંબાની હિંડોળા આઠમની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું . આ મહા આરતીમાં ગામલોકોના આગેવાનો, મહિલાઓ તેમજ ભક્તોએ  હાજરી આપી લાભ લીધો હતો.  આઠમની મહાઆરતીમાં થરાદના નગરપાલિકાના
ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, ભારત વિકાસના પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ ઓઝા, કાશીરામભાઈ પુરોહિત, હાજાભાઈ રાજપૂત, થરાદ શહેરના ભાજપના મહામંત્રી પ્રકાશભાઇ સોની સહિત લોકો  ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોરાનાની મહામારીને ધ્યાનમાં રાખી અને સોશિયલ ડિસ્ટન્સ  સાથે રામજી મંદિરના પૂજારી અમથુલાલ ત્રિવેદી દ્વારા મહાઆરતી  અને હિંડોળાનું  આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News