ડીસામાં નવરાત્રીના નવમા નોરતે ઠેરઠેર સ્થાનિક લોકો દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે જે વાત નવરાત્રિના નવમાં નોરતે ખેલૈયા મન મૂકીને મા અંબા ના ગરબા માં ઝુમી ઉઠયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-17 11:33:36
  • Views : 273
  • Modified Date : 2021-10-17 11:33:36

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવ દિવસ સુધી ખેલૈયા હોય નવરાત્રિના પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી ખાસ કરીને ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ પર્વની કોરોનાવાયરસ ની મહામારીમાં બે વર્ષ સુધી બંધ કરી દેવામાં આવી હતી જે બાદ સરકારી ગાઇડલાઇન મુજબ વર્ષે નવરાત્રિના પર્વ ની છૂટછાટ આપતાની સાથે ખેલૈયાઓ ફરી એકવાર ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની નવરાત્રી પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા તો તરફ ડીસામાં અનેક સ્થળો પર નવરાત્રિના છેલ્લા દિવસે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ જગત જનની મા અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. જે અંતર્ગત ડીસાના લછાજીની ચાલી માં પણ દર વર્ષની જેમ નવરાત્રિના પર્વની જોડી કરવામાં આવી હતી જેમાં ખેલૈયાઓ નવ દિવસ સુધી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની મા અંબા ના ગરબા મા ઝુમી ઉઠયા હતા તો વળી નવરાત્રીના નવમા નોરતે લછાંજીની ચાલીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિસ્તારના લોકોએ મહાઆરતીમાં ભાગ લઇ માં અંબેની આરતી ઉતારી હતી. જે બાદ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની મોડી રાત સુધી ગરબામાં રમઝટ બોલાવી હતી છેલ્લા આઠ વર્ષથી વિસ્તારમાં નવરાત્રિના પર્વનું આયોજન કરવામાં આવે છે ત્યારે વર્ષે પણ નવરાત્રીનું આયોજન તથા ખેલૈયાઓ મોડી રાત સુધી કરવામાં રમઝટ બોલાવી હતી

 

ડીસામાં રંગેચંગે નવરાત્રિની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે કોરોના ના બે વર્ષ બાદ ચાલુ શાલે બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકામાં પણ અનેક વિસ્તારોમાં આતોજકો દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. નવરાત્રિના નવ દિવસના નોરતા બાદ ડીસામાં દશેરાના દિવસે પણ ઠેર ઠેર નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ડીસાની પિંક સીટી ભાગ માં પણ આયોજકો દ્વારા મહાયજ્ઞ નું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પિંક સીટી ભાગ-૩ના સભ્યો દ્વારા  પૂજા આરતી કરવામાં આવી હતી. જે બાદ સોસાયટીના રહીશો દ્વારા પ્રાર્થના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.અને હવે બીજીવાર કોરોનાની મહામારી ના આવે અને આવી રીતે હિન્દુ ધર્મના તહેવારો ઉજવતા રહીએ એવી મા જગદંબા ભવાનીને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનો આયોજન પણ કરવામાં આવ્યું હતું.જે બાદ નવલી નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરાની સાંજે 1001 દિવાની મહા આરતીનું આયોજન કરાયું હતું.જેમાં પિંક સીટીના ખેલૈયાઓએ 1001 એક દિવાની મહાઆરતી કરી સમાજને અને દેશને કોરોના મુક્ત બનાવી સુખ સમૃદ્ધિ વધારે તે માટે પ્રાર્થના કરી હતી. નવરાત્રિમાં સતત નવ દિવસ સુધી ખેલૈયાઓએ ગરબે ઘૂમ્યા હતા અને દશેરાની સાંજે દશેરા નિમિત્તે 1001 દીવાની મહાઆરતી કરી માં માતાજી ની આરાધના કરી હતી.સાથે સોસાયટીના રહીશો અને ખેલૈયાઓએ કોરોના મહામારીમાંથી સમાજને મુક્ત કરવા માટે પ્રાર્થના કરી હતી.તેમજ આવનાર સમયમાં લોકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય તે માટે અંબેમાંની પ્રાર્થના કરી હતી.

Download Our B K News Today App



Related News