માગસર સુદ બીજે બહુચરાજીમાં મહાપ્રસાદ ભક્તોને વહેંચવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 15:13:46
  • Views : 499
  • Modified Date : 2019-11-27 15:13:46

આજથી 344 વર્ષ પૂર્વે ચુંવાળ પિઠાધિશ્વરી બહુચર માતાજીએ તેમના પરમભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા ભરશિયાળે રસ-રોટલીનું જ્ઞાતિભોજન કરાવ્યું હતું. જેમાં  મા બહુચરના આ પરચાને જીવંત રાખવા બહુચરાજીમાં બિરાજમાન બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.28મીને ગુરુવારે સ્થાનિક બહુચર આનંદ ગરબા પરિવાર દ્વારા 500 કિલો મિઠાઇનો મહાઅન્નકૂટ તથા બહુચરાજી, માંડલ અને અમદાવાદના ભક્તો દ્વારા સાંજે 1800 લિટર કેરીનો રસ અને 5000 રોટલીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંધ્યા આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચાશે.આમ 344 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના અંગે શ્રી બહુચર બાવની મુજબ બહુચર માતાના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સપનામાં આવીને કહ્યું હતું કે તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી.જેમાં માતાજીએ ધરપત આપતાં કહ્યું હતું કે કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમે અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. આમ માતાજીના આવા નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસરમાં કેરી ક્યાંથી મળે એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. બહુચર માતા અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવ્યા અને આખી નાતને રસ-રોટલીનું ભોજન જમાડ્યું હતું.જેમાં માગસર સુદ બીજ રસ-રોટલી મહોત્સવ જે  સવારે 9-30 થી 10-30 સુધી લાડુનો ગોખ મુખ્ય મંદિર, વરખડી મંદિર અને વલ્લભ ભટ્ટ દાદાના ઓરડ ખાતે તેમજ સવારે 10-30 થી બપોરે 2 વાગ્યા સુધી મહાઅન્નકૂટ દર્શન મુખ્ય મંદિર તથા વલ્લભ ભટ્ટ દાદાના ઓરડા ખાતે સાંજે 7 થી 10 વાગ્યા સુધી રસ રોટલીનો પ્રસાદ મુખ્ય મંદિર ખાતે 

Download Our B K News Today App



Related News