બનાસકાંઠામાં અવિરત વરસાદથી મગફળીના પાકમાં વ્યાપક નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 12:05:52
  • Views : 475
  • Modified Date : 2020-09-01 12:05:52

આ વર્ષે સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં વાવેતર કર્યું હતું. પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. હાલમાં વરસી રહેલો વરસાદનું પાણી આમ તો ખેડૂતો માટે ઉપયોગી છે
પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ડીસા તાલુકામાં દર વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને મગફળીના સારા ભાવ ન મળતા સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરી હતી. જેના કારણે ખેડૂતોને સારી આવક થઇ રહી હતી. ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને સારી આવક મળશે તે આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. રાત દિવસ મહેનત કરી અને ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ ખેડૂતોને હાલમાં પડી રહેલા વરસાદના કારણે ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. મગફળીના પાકમાં વરસાદી પાણીનો ભરાવો થતા મગફળીનો પાક બગડી જવા
 પામ્યો છે. હાલમાં જે મગફળી લીલીછમ લાગી રહી છે. તે હકીકતમાં જે મગફળીનું
ઉત્પાદન જમીનની અંદર લેવાનું છે. તે તમામ મગફળી હાલ બગડી જવા પામી છે. જેના કારણે ખેડૂતોને કરોડો
રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા મગફળીમાં નુકસાન થયેલ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News