ગાંધીનગર જિલ્લામાં દહેગામ અને માણસા એ.પી.એમ.સી. અને સરકારી અનાજ ગોડાઉન, ગાંધીનગર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 11:37:33
  • Views : 308
  • Modified Date : 2020-10-28 11:37:33

ગાંધીનગર જિલ્લામાં ત્રણ સેન્ટર ખાતે ખરીફ માર્કટીંગ સિઝન અંતર્ગત ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. મગફળી ખરીદીમાં ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આજ સુધીમાં ૩૭,૨૯૦ કિલોગ્રામ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે. તેમજ મગફળી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ખરીદ પ્રક્રિયા અન્વયે ખેડૂતો દ્વારા કરવામાં આવતી ફરિયાદ માટે કંટ્રોલ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેનો નંબર- ૦૭૯ ૨૩૨ ૫૬૭૨૦ છે.  
જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સુચારુંરૂપે મગફળીની ખરીદી થાય તે માટે જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ દરેક ખરીદી કેન્દ્ર પર વર્ગ-૨ કક્ષાના અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમજ ખરીદ કેન્દ્ર ખાતે મગફળી ખરીદીના સર્વેલન્સ માટે ખરીદ કેન્દ્ર દીઠ એક સર્વેલન્સ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. આ સર્વેલન્સ સ્કવોર્ડમાં વર્ગ-૧ ના અધિકારી અને પોલીસ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ દરેક ખરીદી કેન્દ્ર દીઠ સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. ગઇકાલ તા. ૨૬મી ઓકટોબર, ૨૦૨૦ સુધીમાં દહેગામ
એ.પી.એમ.સી. અને સરકારી અનાજ ગોડાઉન, સેકટર-૨૮ ચરેડી પાસે, પેથાપુર, ગાંધીનગર ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. દહેગામ તાલુકામાં ૨૬૫૨, કલોલ તાલુકામાં ૩૮, ગાંધીનગર તાલુકામાં ૧૪૭૫ અને માણસા તાલુકામાં ૧૪૨૮ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. આજદિન સુધી કુલ-૩૭,૨૯૦ કિલોગ્રામ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં દહેગામ એ.પી.એમ.સી. માં ૨૧,૬૯૦ કિલોગ્રામ મગફળી અને ગાંધીનગર નજીક આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે ૧૫,૬૦૦ કિલોગ્રામ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News