મગફળીમાં 200 રૂપિયા વધ્યા, પરંતુ ગુજરાતનું 110 રૂપિયા બોનસ બાદ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-16 17:22:19
  • Views : 689
  • Modified Date : 2019-07-16 17:22:19

દેશમાં ખાદ્યતેલનો વાર્ષિક ૨૩૦થી ૨૪૦ લાખ ટનનો વપરાશ છે, જેમાંથી આપણે ૧૫૫ લાખ ટન આયાત કરીએ છીએ અને ઘરઆંગણે ૮૦થી ૮૫ લાખ ટન જ ખાદ્યતેલનું ઉત્પાદન થાય છે. આમ ખાદ્યતેલમાં ઉત્પાદનમાં વધારો થાય એ માટે સરકાર તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધે એ દીશામાં કાર્ય કરી રહી છે, જેના ભાગરૂપે જ સરકારે સોયાબીનના ટેકાના ભાવમાં રૂ.૩૧૧નો વધારો કર્યો છે. દેશમાં તેલીબિયાં પાકોમાં સૌથી વધુ ઉત્પાદન સોયાબીન અને રાયડાનું થાય છે. રાયડા રવિ સિઝનનો પાક છે અને સોયાબીન ખરીફ સિઝનમાં પાકતો પાક હોવાથી તેના ટેકાના ભાવ વધાર્યા છે. આ ઉપરાંત તલ અને મગફ્ળી, સુરજ મુખીનાં ભાવ પણ વધાર્યા છે. સુર્ય મુખીના ભાવમાં સરકારે રૂ.૨૬૫નો વધારો કરીને રૂ.૫૬૩૫ પ્રતિ ક્વિન્ટલનાં ભાવ કર્યા છે, જે ગત વર્ષે રૂ.૫૩૮૮ પ્રતિ ક્વિન્ટલના હતા. સોયાબીનના ટેકાના ભાવ રૂ.૩૭૧૦ થયા છે, જે ગત વર્ષે રૂ.૩૩૯૯ના હતા. જ્યારે તલના ભાવ રૂ.૨૩૬ વધારીને રૂ.૬૪૮૫ કર્યા છે, જે ગત વર્ષે રૂ.૬૨૪૯ના હતા

મગફ્ળીના ટેકાના ભાવ વધ્યા, પરંતુ ગુજરાતને ઓછો ફયદો 

મગફ્ળીના ટેકાના ભાવમાં સરકારે રૂ.૨૦૦નો વધારો કરીને ભાવ રૂ.૫૦૯૦ કર્યા છે, જે ગત વર્ષે રૂ.૪૮૯૦ હતા. ગત વર્ષે ગુજરાત સરકારે રાજ્યમાં ચૂંટણી આવી રહી હોવાથી તેના ટેકાના ભાવ ઉપરાંત રૂ.૧૧૦નું બોનસ જાહેર કર્યું હોવાથી અસરકારક ભાવ રૂ.૫૦૦૦ થયા હતા. ચાલુ વર્ષે જો સરકાર બોનસ જાહેર ન કરે તો ખેડૂતોને માત્ર રૂ.૯૦નો વધારો થઈને રૂ.૫૦૯૦નાં જ ભાવ મળશે. આમ અસરકારક વધારો ખેડૂતોને ૨૦ કિલોએ રૂ.૧૮નો જ મળશે. ગત વર્ષે મગફ્ળીના ટેકાના ભાવ રૂ.૧૦૦૦ હતા, જે વધીને રૂ.૧૦૧૮ થશે.

મગફ્ળીમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સરકારી ગોડાઉનમાં મોટો સ્ટોક અને તેની ખરીદીમાં કૌભાંડ થયા હોવાની ઘટનાને પગલે નવી સિઝનમાં સરકાર મગફ્ળીની ખરીદી પણ ઓછી કરે તેવી ધારણા છે. હાલ ખેડૂતોને ઉનાળુ મગફ્ળીના ભાવ રૂ.૧૨૦૦થી ૧૪૦૦ સુધી મળ્યા હતા, જેની તુલનાએ ખરીફ સિઝનમાં ભાવ રૂ.૧૦૦૦ની અંદર જ મળ્યા હતા. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર થયા છે પરંતુ જો પૂરતી ખરીદી કરવામાં નહીં આવે તો તેનો પૂરતો લાભ મળે તેવી સંભાવના ઓછી છે.


Download Our B K News Today App



Related News