ગાંધીનગર જિલ્લામાં દશેરાએ મગફળી ખરીદીની શરૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 11:41:46
  • Views : 298
  • Modified Date : 2020-10-27 11:41:46

સમગ્ર ગુજરાત રાજ્યમાં એક અઠવાડિયા સુધીનો વિરામ રાખ્યા બાદ રાજય સરકાર દ્વારા એપીએમસી મારફત મગફળીની ખરીદી ફરી શરૂ કરવામાં આવી છે. સોમવારે ત્રણ તાલુકા પૈકી ગાંધીનગરમાં ૧૦ અને દહેગામમાં ૬ સાથે કુલ ૧૬ ખેડૂતોએ કુલ ૨૮. ૮૬૦ મેટ્રીક ટન મગફળી વેચી હતી. માત્ર ૧૬ ખેડૂતોએ કુલ ૮૯૫ બોરી મગફળી વેચી હતી. જ્યારે માણસા ખાતે એકપણ ખેડૂતે મગફળી વેચી નહોતી. જિલ્લા ખેતીવાડી અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તેમાં ઝડપ આવવા સાથે વધુ ખેડૂતોની મગફળી મોટા પ્રમાણમાં વેચાશે.

Download Our B K News Today App



Related News