લાખણી તાલુકાના ગેળા ખાતે આયુષ્યમાન ભારત અંતર્ગત મેડીકલ કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 11:38:45
  • Views : 460
  • Modified Date : 2019-06-11 11:38:45

લાખણી તાલુકાના ગેળા ખાતે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર  દ્વારા ખોડી-ખાદરા વિસ્તારમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં સર્વરોગ નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન ડો.માવજીભાઇ એસ ચૌધરી(કોમ્યુનિટી હેલ્થ ઓફિસર) તેમજ એમ.એ.પી. એચ.ડબલ્યુ,એફ.એચ.ડબલ્યુ,આશા બહેનો તેમજ આશાફેસીલિટર વગેરે દ્વારા કરવામાં આવેલ.જે મેડીકલ કેમ્પમાં કુલ ૧૫૦ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવેલ.જેમાં ડાયાબિટિસ, બી. પી, કેન્સર, ટી. બી, મેલેરિયા  જેવા  વિવિધ  રોગોની તપાસ  તેમજ વિસ્તૃત  સમજણ આપવામાં આવી હતી.આ ઉપરાંત તણાવમુક્ત રહેવા માટે યોગા વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી.આમ આ કેમ્પના માર્ગદર્શક ડો. પી.આર.મોદી, મેડીકલ ઓફિસર મડાલ પીએચસીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News