અત્યાધુનિક સગવડોથી સજ્જ પાલનપુર સિવિલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 11:47:53
  • Views : 529
  • Modified Date : 2019-10-22 11:47:53

વર્ષોથી શૈક્ષણિક
પછાતપણાનું કલંક ધરાવતા બનાસકાંઠા જિલ્લાને મેડિકલ કોલેજ મળતા પાલનપુર સિવિલ હોસ્પિટલનો વહીવટ બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટે સંભાળતા સિવિલ હોસ્પિટલની સેવાઓમાં દિનપ્રતિદિન સુધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે અત્યાધુનિક લેબોરેટરીની વ્યવસ્થા થતા હવે દર્દીઓને કોઇ ટેસ્ટ કરાવવા બહાર જવું પડતું નથી. એટલું જ નહીં
હોસ્પિટલની બ્લડ બેન્કમાં સ્ટોરેજ વધારતા હવે માત્ર ૬૦૦ રૂપિયાનો ટેસ્ટીંગ ચાર્જ લઈને બહારના દર્દીને પણ જરૂરિયાત મુજબનું લોહી ઉપલબ્ધ બની રહે છે અને અંદરના દર્દીઓને નિઃશુલ્ક બ્લડ પૂરૂ પાડવામાં આવે છે. ઓર્થોપેડિક વિભાગ
પણ અત્યાધુનિક બનતા હાડકાના ઓપરેશન પણ હવે થઈ રહ્યા છે. સાથે સાથે મોઢાના કેન્સરની તપાસ સાથે દાંત અને જડબાના ઓપરેશન પણ હવે કરવામાં આવે છે. હોસ્પિટલમાં દર મહિને ૧૫૦થી વધુ ડીલિવરી  થાય છે. જેમાં સિઝેરિયન ડીલિવરીનું પ્રમાણ ૧૦ થી ૧૨ ટકા જેટલુ જ હોય છે જે સામાન્ય રીતે અન્ય દવાખાનામાં ૩૦ થી ૮૦ ટકા જેટલી જોવા મળે છે. ઓછા હિમોગ્લોબીન ધરાવતી મહિલાઓને રીપ્લેસમેન્ટ વગર લોહી આપીને ડીલિવરીની સેવા કરવામાં આવે છે. પહેલાં મહિને ૧૦૦ જેટલી સોનોગ્રાફી થતી હતી. જે અત્યારે બે રેડીયોલોજીસ્ટ દ્વારા દર મહિને ૧૦૦૦થી વધુ સોનોગ્રાફી કરવામાં આવી રહી છે. સાથે સાથે નજીવા દરે સીટી સ્કેન કોન્ટ્રાસ્ટ સુવિધા પણ આપવામાં આવે છે. ઇમરજન્સી સેવાઓમાં ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ માટે પોર્ટેબલ એક્સરે મશીન મુકાતા ઇમર્જન્સી કેસ માટે બીજે ક્યાંય જવું પડતું નથી. ઉલ્લેખનીય છે કે મોરીયા ખાતે નિર્માણાધીન અત્યાધુનિક મેડિકલ કોલેજ સાથે સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.

Download Our B K News Today App



Related News