મધ્યાહ્‌ન ભોજનની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 13:25:49
  • Views : 599
  • Modified Date : 2020-02-06 13:25:49

રાજ્યની સ્કૂલોમાં અપાતા મધ્યાહ્‌ન ભોજન યોજના ઓનલાઈન કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં મધ્યાહ્‌ન ભોજન યોજના અંતર્ગત અનેક સ્કૂલોમાં પુરવઠો સમયસર મળતો ન હોવાની ફરિયાદ શિક્ષણ વિભાગને મળી હતી. જેના પગલે આ સિસ્ટમ અપડેટ કરવાનું નક્કી કરાયું હતું અને હવે મધ્યાહ્‌ન ભોજન યોજના અંતર્ગત પુરવઠા સહિતની તમામ કામગીરી ઓનલાઈન કરવાનું શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે.જેમાં રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં મધ્યાહ્‌ન ભોજન યોજના અમલમાં છે. જેમાં વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવામાં આવે છે. આ યોજનાના લીધે ડ્રોપઆઉટ રેટ ઘટાડવામાં સારી એવી સફળતા મળી છે. જોકે રાજ્યની કેટલીક સ્કૂલોમાં મધ્યાહ્‌ન ભોજન યોજના અંતર્ગત પુરવઠો સમયસર મળતો ન હોવાની ફરિયાદો ઊઠી હતી. આ ફરિયાદો રાજ્યના શિક્ષણ વિભાગ સુધી પહોંચતા વિભાગે પ્રાથમિક તબક્કે સ્કૂલોમાં પુરવઠો સમયસર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરી નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમસ્યાના કાયમી ઉકેલ લાવવાના ભાગરૂપે શિક્ષણ વિભાગે આ યોજનાની સમગ્ર કામગીરી ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં મોકલવામાં આવતો પુરવઠો તથા જથ્થા સહિતની તમામ વિગતો ઓનલાઈન થશે. જેથી જે તે જિલ્લામાં પુરવઠા માટે ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે અને તે મુજબ જથ્થો પણ મોકલી અપાશે. આમ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થયા બાદ સ્કૂલોમાં પહોંચતો પુરવઠો સમયસર પહોંચે છે કે કેમ તે ટ્રેક પણ કરી શકાશે. આ ઉપરાંત કેટલા દિવસ ચાલે તેટલો જથ્થો પડ્યો છે ? તે સહિતની તમામ બાબતો જાણી શકાશે. મધ્યાહ્‌ન ભોજન યોજનાની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવનાર હોઈ ટૂંક સમયમાં તે અંગેની કામગીરી પૂર્ણ કરાશે તેમજ ઓનલાઈન પદ્ધતિમાં જથ્થાની માહિતી અને રોજિંદા ઉપયોગની વિગતો પણ ઓનલાઈન હશે.

Download Our B K News Today App



Related News