નહેરમાં સવારે 6 વાગ્યાથી તપાસ શરૂ, 5 મહિનાની બાળકી સહિત 51 લોકોના મોત; થોડીકવારમાં શિવરાજ ઘટનાસ્થળે પહોંચશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 13:06:46
  • Views : 395
  • Modified Date : 2021-02-17 13:06:46

    સીધી બસ દુર્ઘટના ઘણા પરિવારોને ક્યારેય ન રૂઝાય એવા ઘા આપીને ગઈ છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 51 થઈ ચૂકી છે. મંગળવાર રાત સુધી 47 લાશ મળી હતી. બુધવારે 4 મૃતદેહ મળ્યા,જેમાં 5 મહિનાની બાળકીનો મૃતદેહ રીવામાં મળ્યો. 3 ગુમ લોકોની તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચશે. તે પીડિત પરિવારોને પણ મળશે.


    મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે 7.30 વાગ્યે મોટો અકસ્માત થયો હતો. ડ્રાઈવર સહિત મુસાફરોથી ભરેલી બસ 22 ફૂટ ઊંડી બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 51 મૃતદેહ મળ્યા છે. 7 લોકોનો બચાવ થયો હતો અને 4 લોકો હાલ પણ ગુમ છે. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં તણાઇ જવાની વાત પણ સામે આવી છે. 51 મૃતદેહોના પોસ્ટમાર્ટમ માટે ડોક્ટર્સ પણ ઓછા પડી ગયા છે. આખા જિલ્લામાંથી ડોક્ટર બોલાવવામાં આવ્યા, ત્યારે જઈને મૃતદેહોનું પોસ્ટમાર્ટમ થયું.

    માનવામાં આવી રહ્યું છે કે અમુક મૃતદેહ પાણીમાં વહી ગયા છે. રેસ્ક્યૂ ટીમના પહોંચતાં પહેલાં જ એક મહિલા, એક છોકરી અને તેના ભાઈએ સાત લોકોને બચાવી લીધા. બસનો ડ્રાઈવર પોતે તરીને બહાર આવ્યો, જેની પછી ધરપકડ કરી લેવાઈ.દુર્ઘટના રામપુર નૈકિન પાસે સરદા ગામમાં બની હતી, જે સીધીથી 80 કિમી અને સતનાથી લગભગ 100 કિમી દૂર છે. બસ સવારે 6 વાગ્યે સીધીથી રવાના થઈ હતી, જેમાં 32 લોકોને બેસાડી શકાતા હતા, પણ ડ્રાઈવરે 60થી વધુ લોકો ભરી દીધા હતા, જેમાંથી મોટા ભાગના સીધી અને સિંગરૌલી જિલ્લાના રહેવાસી હતા. 12 છોકરા-છોકરીઓ રેલવે, NTPC અને નર્સિંગની પરીક્ષા આપવા માટે સતના અને ત્યાંથી રીવા જવા માટે પોતાનાં માતા-પિતા સાથે બસમાં સવાર થયા હતા.


    આ બસને સીધીથી ચુરહટ, રામપુર નૈકિન, બધવાર અને ગોવિંદગઢ થઈને સતના પહોંચવાનું હતું. ચુરહટ સુધી બસ આવી, પણ ત્યાર પછી રામપુર નૈકિનથી વિદ્યાર્થીઓના કહેવાથી ડ્રાઈવરે રૂટ બદલી લીધો. આ વિદ્યાર્થીઓની પરીક્ષા હતી, એટલા માટે તેમણે સમયસર સતના પહોંચવાનું હતું.જોકે સીધીથી સતના જનારો નેશનલ હાઈવે-39 છુહિયા ઘાટીથી પસાર થયા છે. ઠેર ઠેર રસ્તા ખરાબ અને અધૂરા હોવાને કારણે છેલ્લા અમુક દિવસોથી છુહિયા ઘાટીમાં જામ લાગેલો રહે છે. એટલા માટે અમુક ગાડીઓ છુહિયા ઘાટી પહેલાં બગવાર ગામ થઈને જઈ રહી છે. બસના ડ્રાઈવરે પણ જામથી બચવા માટે રૂટ બદલ્યો હતો.40 કિમી દૂર રહેલા બંદના પાણીનું વહેણ અટકાવીને એને સિહાવલ નહેરમાં ડાઇવર્ટ કરાયું, ત્યારે બાણસાગર નહેરમાં પાણી ઓછું થયું. એના પછી મરજીવાઓ નહેરમાં ઊતર્યા અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનું રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ થયું. દુર્ઘટનાના લગભગ ચાર કલાક પછી 11.45 વાગ્યે ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી.


    મંગળવારે જ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશના 1.10 લાખ લોકોનો ગૃહપ્રવેશ કાર્યક્રમ હતો, જેમાં ગૃહમંત્રી અમિત શાહે વીડિયો-કોન્ફરન્સ દ્વારા જોડાવાનું હતું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે દુર્ઘટનાને કારણે હવે કાર્યક્રમ શક્ય નહીં હોય.દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારને મધ્યપ્રદેશ સરકારે 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે, જેમાં 10-10 હજાર રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે. તો મોદીએ વડાપ્રધાન રાહત કોષના પરિવારના લોકો માટે 2 લાખ અને ગંભીર રીતે ઘાયલો માટે 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

    બાણસાગર નહેરમાંથી કાઢવામાં આવેલા મૃતદેહોમાંથી 45ની ઓળખ કરી લેવાઈ છે, જેમાંથી મોટા ભાગના યુવાન છે, જે રેલવે અને BSC નર્સિંગની પરીક્ષા આપવા માટે રીવા અને સતના જઈ રહ્યા હતા. જે 51 મૃતદેહોની ઓળખ થઈ છે તેમાંથી 16 યાત્રીની ઉંમર 20થી 25 વર્ષ વચ્ચે હતી.




Download Our B K News Today App



Related News