મધુર ડેરી ૨૦૨૫ સુધીમાં ૧૫ કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની બનશે સતત છઠ્ઠી ટર્મ સાથે મધુર ડેરીમાં શંકરસિંહ રાણા ચેમ્પિયન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:27:21
  • Views : 262
  • Modified Date : 2020-10-04 11:27:21

ગાંધીનગર જિલ્લાનું નામાંકિત અને હાર્દ સમી મધુર ડેરીનું દૂધ, ઘી અને મીઠાઇઓનું વેચાણ થાય છે. ત્યારે ધીરે ધીરે શાકભાજી ઓર્ગેનિકમાં
ઝંપલાવ્યા બાદ હવે પાંચ લીટરની ક્ષમતા ધરાવતો પ્રોસેસિંગ પ્લાન્ટ સરકારી સહાયથી બે લાખની લીટરની ક્ષમતા ધરાવતા મિલિંગ પ્લાન્ટ, મધુર એગ્રી મોલની રચના, મધુર મધુર, નમકીન અને નવીન પ્રોડક્ટમાં બિઝનેસ મધુર શાકભાજી અને ફળફળાદીને રાજ્યવ્યાપી વેપાર, મધુર ગૌસંવર્ધન, સાથે દર વર્ષે ૧૫૦૦ કરોડના લક્ષ્યાંક સાથે આયોજન કરી રહી છે.
સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કરી રહેલ મધુર ડેરી પ્રથમ વખત બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ છે. એક તબક્કે ૬૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી મધુર ડેરી આજે ૫૨૫ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે અને જિલ્લા સંઘ બની ગયો છે. સંઘમાં ૧૭ વર્ષથી શંકરસિંહ રાણાની પેનલનો વિજય થયો છે. આ વર્ષે ચૂંટણી રસાકસી થશે પણ બિનહરીફ ચુંટાઈ આવેલ છે. આ ડેરીમાં ગુજરાત સરકાર મહિલાઓને જે પ્રાધાન્ય આપી રહી છે તેમ મધુર ડેરીની ગવર્નિંગ બોડીમાં ૧૨ સભ્યો
પૈકી સાત સભ્યો મહિલા ડિરેક્ટરો છે. નારી શક્તિને ઉજાગર કરવા સાત મહીલાઓ ડિરેક્ટરોથી એક મિશન પૂરું
પાડ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન હતું કે નારી શક્તિ અને મહિલાઓને જે સ્થાન
આપવાનું છે તે સાત સભ્યો થકી પૂર્ણ થયું છે. ત્યારે ખેડૂતો માટે કૃષિનીતિથિ ખેડૂતલક્ષી ર્નિણયો લેવા બદલ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન
પટેલનો આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News