‘મધુર હની’ - મધમાખી ઉછેર તાલીમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 12:21:12
  • Views : 322
  • Modified Date : 2020-10-25 12:21:12

ખાદી ગ્રામ આયોગ - અમદાવાદના સહયોગથી તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ મધુર ડેરીના સેમિનાર હોલમાં “મધમાખી ઉછેર તાલીમ”નું આયોજન સવારે ૯ઃ૩૦ કલાક સુધી ૧૬ઃ૩૦ સુધી રાખવામાં આવેલ જેમાં ૧૮ દુધ મંડળીઓના મધમાખીના ઉછેર ધરાવતા પશુપાલકો તથા મધુર ડેરી પ્રોક્યોરમેન્ટ સ્ટાફ સહીત કુલ ૨૬ જેટલા તાલીમાર્થીઓએ વિગતવાર તાલીમ લીધેલ.
આ તાલીમ સંઘના મેનેજીંગ ડીરેક્ટરશ્રી તથા ખાદીગ્રામ આયોગ - અમદાવાદના સહાયક નિર્દેશક મા.શ્રી જગબીરસિંહ, બાગાયત વિભાગના મદદનીશ નિમાયકશ્રી જે.એમ.પટેલ સાહેબ, આત્મા -ગાંધીનગરના ડેપ્યુટી પ્રોજેક્ટર ડાયરેક્ટરશ્રી સહદેવસિંહ ચાવડા સાહેબ તથા કૃષિ વિજ્ઞાન કેેન્દ્ર રાંઘેજાના વિધાયક ડાયરેક્ટર શ્રી.વી.કે ગર્ગ સાહેબ હાજર રહેલ.
તમામ સંસ્થાના અધિકારીશ્રીઓએ આત્મનિર્ભર બનવા માટે ખેતી પશુપાલક સાથે મધુમાખી ઉછેર કરીને ખેડૂતો આત્મનિર્ભર બનશે અને વધારો કરી શકશે. દરેક સંસ્થાને મધુર ડેરીના “મધમાખી ઉછેર”ની તાલીમમાં મધમાખી ઉછેરનું માર્ગદર્શન આપીને તમામ પ્રકારનો સહકાર આપવા જણાવેલ.
સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટરશ્રીએ પણ ટર્ન ઓવર વધારવામાં મધમાખી ઉછેર ખૂબજ ઉપયોગી થઈ પડશે તેમ જણાવેલ. ચેરમેન ડો.શંકરસિંહ રાણાના વિઝન -૨૦૨૫ મુજબ ટૂંક સમયમાં મધમાખી ઉછેરનું આધુનિક મ્યુઝીયમ કેન્દ્ર દશેલા ખાતે બની જશે. દૂધ ઉત્પાદકો શાકભાજીની જેમ મધમાખી ઉછેર અને મધુરી ડેરીના પોતાના એગ્રીમોલ દ્વારા આગમી વર્ષોમાં મધુર ડેરીના ટર્ન ઓવરમાં ખૂબજ વધારો થશે.
આ કાર્યક્રમનું આયોજન મધુર ડેરીના ડો.ડી.એસ.પટેલ તથા શ્રી અનિલભાઈ મહેતાએ કરેલ. બનાસ ડેરીના જાગૃત ખેડૂત પંકજભાઈ પોતે ૪ વર્ષમાં આ મધમાખી ઉછેરમાંથી વર્ષ ૧૫થી ૧૮ લાખ જેટલી કમાણી કરે છે. તેનો વિગતવાર અનુભવ તાલીમ દરમ્યાન જણાવેલ.
શ્રી અનિલભાઈ મહેતા મધમાખી તજજ્ઞે મધમાખી ઉછેરની વિગતવાર માહિતી આપી. મધમાખીના પ્રકારો તથા તેમાંથી મળતી બનાવટોનું સુંદર માર્ગદર્શન આપીને મધમાખી ઉછેર કરવાથી આવકમાં વધારો કરી શકાય છે. તાલીમર્થીઓને શૌક્ષણિક પ્રવાસ-ટૂરનું આયોજન કરી પ્રત્યક્ષ તાલીમ આપવાનું જણાવેલ.
આ કાર્યક્રમની આભાર વિધિ જનરલ મેનેજર પ્રોક્યોરમેન્ટ હંસાબહેન પટેલે કરી અને વિવિધ સંસ્થાઓમાંથી પધરારેલ અધિકારીશ્રીઓએ આ તાલીમ પ્રોગ્રામમાં હાજરી આપી અને સુંદર માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. દૂધ મંડળીઓના પ્રતિનિધિઓએ હાજર રહી મધમાખી ઉછેરમાં રસ દાખવી ઉત્સાહ બતાવેલ તે બદલ આભારમાની કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી.

Download Our B K News Today App



Related News