માધવપુર ઘેડમાં સેન્ટ્રલ બેંકમાં કનેક્ટિવિટી ખોરવાતાં લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 17:09:03
  • Views : 313
  • Modified Date : 2019-10-22 17:09:03

માધવપુરની  સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં અવાર નવાર કનેક્ટિવિટીના અભાવને લીધે વેપારી-ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે. અનેક વાર રજુઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા ના હોવાથી લોકો પરેશાન સેન્ટ્રલ બેન્ક વિરુદ્ધ અને બેન્ક મેનેજર વિશે પણ કરવામાં આવી છે. છતાં પણ કોયજ પગલાં લેવામાં ના આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલ બેન્કના મેનેજર દ્વારા મનમાની ચલાવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. થોડાજ દિવસો પહેલા બેન્ક મેનેજર દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન ગ્રાહકો સામે કરવામાં આવ્યુ હતું. ત્યારે ગ્રાહકો નિરાશ થઈ જતા રહ્યા હતા. હાલ વેપારીભાઈ ખેડૂતોને cbiને લીધે અનેક મુશ્કેલી વેઠવી પડે છે. છતાં પણ તેને સાંભળવાવાળું કોયજ નથી ત્યારે બેન્ક મેનેજર શિવા રામ પોતાની મનમાની ચલાવી રહ્યાં છે, એવી ફરિયાદો લોકોમાં છે. અધિકારી દ્વારા યોગ્ય પગલાં લેવાતા કેમ નથી આવા અધિકારી સામે યોગ્ય પગલાં લેવામાં આવેને  આસપાસ ગ્રામજનો વેપારીઓ ખેડૂતોને પડતી મુશ્કેલીનું તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગ ઉઠી છે. 

 

Download Our B K News Today App



Related News