પ્રદૂષણ મુક્ત ભારતના અભિયાન સાથે પશ્ચિમ બંગાળનો યુવાન કરશે 30,000 કિમીની સાયકલ યાત્રા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 13:52:48
  • Views : 287
  • Modified Date : 2021-07-31 13:52:48

     પશ્ચિમ બંગાળના સિલિગુડી નો રહેવાસી મધાઈ પાઉલ પ્રદુષણ મુક્ત ભારતના મહા અભિયાન પર નીકળ્યો છે. આ યુવાન 16,000 કિમી ની અલગ અલગ રાજ્યોની યાત્રા પૂર્ણ કરી આજે સિદ્ધપુર ખાતે આવી પહોંચ્યો હતો. આ યુવાનનો એક જ ધ્યેય છે કે લોકો પ્રદુષણ કરતા અટકે તેમજ ઓર્ગેનિક ખેતી તરફ જગત નો તાત આગળ વધે તેવા ઉમદા આશય સાથે આ યુવાને સાયકલ યાત્રા શરૂ કરી છે. પશ્ચિમ બંગાળ નો મધાઈ પાઉલ પ્રદુષણ મુક્ત ભારતના અભિયાન સાથે 30,000 કિમી સાયકલ યાત્રાનું લક્ષ્ય લઈને નીકળ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળના સિલિગુડી થી યાત્રા શરૂ કરી ઓરિસ્સા , કેરળ , કર્ણાટક , ગોવા , તેલંગણા , ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે આજે સિદ્ધપુર ખાતે આવી પહોંચતા 16,000 કિમીની સાયકલ યાત્રાથી અંતર કાપી ચુક્યો છે. તેનો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પ્રદુષણ મુક્ત ભારત અને ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રદુષણ અટકે અને જગત નો તાત ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે તેવા શુભ આશય સાથે આ યુવાન સાયકલ પર ભારત ભ્રમણ કરી રહ્યો છે.

 

સાયકલ યાત્રા પર નીકળેલા મધાઈ પાઉલએ જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રા દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છું જેમાં સાયકલ પર અનેક પ્રકારના બેનરો લગાવી લોકોને પ્લાસ્ટિક અને પ્રદુષણ મુક્ત બનાવવા તેમજ વિધાર્થીઓને ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રદુષણ ન કરવું કેમ કે પ્લાસ્ટિક થી સમગ્ર પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે જ્યારે ખેડૂતોને પણ રાસાનિક અને જંતુનાશક દવાઓની ખેતી છોડીને ભારતની પારંપરિક પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

 

પ્લાસ્ટિકના પ્રદૂષણથી ભારતને મુક્ત કરવા માટે આ નવયુવાન સાર્થક બની રહ્યો છે તો વૈશ્વિક સમસ્યામાંથી ભારતને મુક્તિ મળે તેવા નીર્ધાર સાથે તેને ગુજરાતની યાત્રા પુરી કરી પાલનપુર થઈ રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News