ધાનેરા તાલુકાના નવસારી રહેતા ૩૦૦ જેટલા પરિવારોને માદરે વતન લવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 11:40:14
  • Views : 594
  • Modified Date : 2020-05-02 11:40:14

ધાનેરા તાલુકાના વિવિધ ગામડાઓના લોકો જે નવસારી ખાતે ધંધાર્થે સ્થાઇ થયેલા હતા અને આ લોકડાઉનમાં તેઓ ત્યાં ફસાઇ ગયા હતા. તેમના ધંધા બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આવા લોકોને પોતાને માદરે વતન લાવવા માટે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ રજૂઆત કરતા નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેથી નવસારીમાં રહેતા ૩૦૦ જેટલા પરિવારોને ધાનેરા લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી બપોરના
૧ વાગ્યાથી પ્રાંત અધિકારી વાય.પી.ઠક્કર, મામલતદાર બી.એસ.ખરાડી, આરોગ્ય અધિકારી ડો.પી.એમ. ચૌધરી, ડો. મિનાક્ષી રાજપૂત, ડો.ગંગા ચૌધરી, ડો. અનિલ રાજગોર તથા આરોગ્યની ટીમ સાથે હાજર રહ્યા હતા અને નવસારીથી પ્રથમ બસ ૨ વાગે ધાનેરાના સામરવાડા ગામે આઇ.ટી.આઇ. કોલેજ ખાતે આવી હતી અને તમામને નાસ્તા પાણી કરાવીને ત્યાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ તેમને પોતાના ઘરે જવા માટેની પરવાનગી આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News