ડબલ મર્ડરના ગુનામાં છેલ્લાં નવ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 12:27:06
  • Views : 505
  • Modified Date : 2019-06-11 12:27:06

એચ.કે. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પાટણનાઓની સૂચના મુજબ નાસતા ફરતા આરોપી તથા પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓ પકડવાની કામગીરીમાં વાય.કે.ઝાલા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા એસ.બી.ગઢવી પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, પાટણ તથા  એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્ટાફ સાથે  જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા. દરમ્યાન પાટણ તાલુકા  પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨/૨૦૧૩ ઇપીકો કલમ-૩૦૨, વિગેરે મુજબના ગુનાના કામના આરોપી ઠાકોર જવાનજી લાડાજી રહે.કોટાવડ તા.સરસ્વતી જિ.પાટણવાળો પાટણ સબજેલ ખાતેથી વચગાળાના જામીન રજા ઉપર છુટો થયેલ હતો અને સદરી આરોપીને તા.૧૫/૮/૨૦૧૮ ના રોજ પાટણ સબજેલ ખાતે હાજર થવાનું હતુ. પરંતુ હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હતો. સદરી આરોપીની ખાનગી રાહે બાતમી હકીકત મેળવી મળેલ બાતમી હકીકત આધારે સદરી ફરારી આરોપીને તા.૦૯/૦૬/૧૯ ના કલાક-૧૯/૩૦ વાગ્યે કોટાવડ મુકામે સીઆરપીસી કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી પાટણ સબજેલ ખાતે સુપરત કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News