મડાણાના એસ.આર.પી. જવાનનું કોરોનાથી નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-20 10:51:59
  • Views : 2288
  • Modified Date : 2020-05-20 10:51:59

બનાસકાંઠા જિલ્લાના મડાણા જૂથ ૩ માં ઇ કંપનીમાં એસ.આર.પી.માં ફરજ બજાવતા હિંમતનગરના વતની હેડ કોન્સ્ટેબલ કનુભાઈ એમ.પ્રજાપતિ હાલ કોરોના દરમ્યાન ગાંધીનગર ખાતે ફરજ પર હતા. તે દરમ્યાન છેલ્લાં વીસેક દિવસથી બીમાર હોઇ વતન હિંમતનગર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા. જયાં હિંમતનગરની કોવિડ હોસ્પિટલમાં ૨ દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તે દરમ્યાન એસ.આર.પી.ના જવાન કનુભાઈ એમ. પ્રજાપતિનું દુઃખદ અવસાન થયુ હતુ. આ ઘટનાથી મડાણા એસ.આર.પી. કંપનીમાં શોકનો માહોલ સર્જાયો હતો. તમામ એસ.આર.પી. ગૃપે જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યકત કર્યો હતો.  


Download Our B K News Today App



Related News