અમીરગઢ બનાસનદીમાંથી સાત ફૂટના માદા મગરનું રેસ્ક્યુ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:02:43
  • Views : 400
  • Modified Date : 2020-07-21 11:02:43

બનાસકાંઠામાં અમીરગઢ પાસે આવેલી બનાસનદીમાં મોડી રાત્રે માદા મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે જાણ કરતાં ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક નદીમાં પહોંચી અને મગરને પકડીને દાંતીવાડા ડેમમાં છોડી દીધો હતો.
એક તરફ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું નથી. જેના કારણે આ વર્ષે પાણીની લોકોએ મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ડેમ અને નદીઓ પાણી વગર કોરી પડી હોવાથી
પાણી જન્ય જીવજંતુઓ પાણી વગર બહાર આવી રહ્યા છે. ખાસ કરીને અમીરગઢ અને ઈકબાલગઢ તાલુકોએ બનાસનદીને કિનારે વસેલો છે. જેના કારણે અવાર નવાર આ તાલુકોમાં મગર જોવા મળે છે. ત્યારે હાલમાં બનાસનદીમાં પાણી ન હોવાના કારણે હવે પાણીજન્ય  જીવજંતુઓ બહાર આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે અમીરગઢ પાસે આવેલી બનાસ નદીમાં મોડી રાતે મગર દેખાયો હતો. રાત્રિના સમયે પસાર થતાં ખેડૂતોએ મગર દેખાતાની સાથે જ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા આર.એફ.ઓ. મેહુલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બીટ ગાર્ડ આરીફખાન ઘાસુરા ટીમ ઘટનાસ્થળે આવી હતી અને સાત ફુટ  અગિયાર ઇંચ લાંબા મગરને પકડવાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું.  અત્યારે રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં
પાણી આવ્યું હતું. આ પાણી સાથે જ મગર આવી ગયો હોવાનુ અનુમાન છે. ત્યારે ફોરેસ્ટ વિભાગે મગરને પકડીને હાલમાં દાંતીવાડા ડેમમાં છોડતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો છે.

Download Our B K News Today App



Related News