પાલનપુર ગોબરી તળાવમાં હજારો માછલીઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:59:32
  • Views : 667
  • Modified Date : 2020-06-08 11:59:32

પાલનપુર ગોબરી રોડ વિસ્તારમાં આવેલા ગોબરી તળાવમાં  વહેલી સવારે એક સાથે હજારો માછલીઓના મૃતદેહો તળાવના પાણીમાં નજરે પડતા ચકચાર મચી ગયો હતો. પાલનપુર ગોબરી રોડ વિસ્તારમાં આવેલ તળાવમાં કેમિકલ કે દવાનો જથ્થો ઠાલવવાથી માછલીઓના મોત થયાની સ્થાનિક લોકોના મુખે  ચર્ચાઓ પ્રસરી હતી. જેથી માનવીની માનવતા નેવે મૂકી આ  ઘટનાની યોગ્ય તપાસની સ્થાનિકોએ  માંગની ચીમકી ઉચ્ચારી છે.
પાલનપુરના ગોબરી રોડથી એસબીપુરા માર્ગ પર પાલનપુર નગર પાલિકાનું એક તળાવ આવેલું છે. જોકે આ તળાવમા હજારો માછલીઓ સહિત જળચર પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યારે રવિવારે વહેલી સવારે તળાવના પાણીમાં એક સાથે હજારો માછલીઓના મૃતદેહ નજરે જોવા મળતા  સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ઘટનાને લઇ તળાવ આસપાસ લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. અને તળાવમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા  કેમિકલ કે દવાનો જથ્થો નાંખી ગયા હોવાથી માછલીનું મોત થયુ હોવાની ચર્ચાઓ લોકોમાં પ્રસરી હતી. અવાર નવાર કેટલાક લોકો ગોબરી રોડના  તળાવમાં  કેટલીક નકામી ચીજવસ્તુઓ  લોકો નાંખી જતા હોય છે. જેથી આ હજારો જીવોના મોત બાબતે તંત્રએ તપાસ કરી માછલીઓના મોત પાછળ જવાબદાર શખ્સો સામે કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગની ચીમકી ઉઠી છે. જેથી આવા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી  કરવામાં આવે. તો આવનાર સમયમાં  પણ આવી કોઇ ઘટના ન બને તેનો પણ ઉત્તમ દાખલો જોવા મળશે જેથી ગુનાહિત પ્રવૃત્તિ રોકી શકાશે.

Download Our B K News Today App



Related News