કમલમ ફ્રૂટની વચ્ચે ગલગોટા અને શાકભાજી વાવી મબલક કમાણી કરતો કાંકરેજનો ખેડૂત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 11:36:27
  • Views : 358
  • Modified Date : 2021-03-20 11:36:27

હવે સૌરાષ્ટ્ર કચ્છ બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખેડૂતો ચિલાચાલુ ખેતી છોડી વિશેષ ખેતી અપનાવતા થયા છે. એવાજ કાંકરેજ તાલુકાના ઈસરવા ગામના  રાવજીજી ખોડાજી ઠાકોર જેઓ એક આધુનિક ખેતી તરફ વળ્યા છે. જેઓ ઓનલાઇન માહિતી મેળવીને ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. આ ડ્રેગન ફ્રૂટને પાણી  ઓછું જાેઈએ છે અને આ છોડ ૨૦ થી ૨૫ વર્ષ સુધી ફળ આપે છે.  
આજથી ૧૫ માસ પહેલા ડ્રેગન ફ્રૂટના એક છોડના ૭૦ ના ભાવના એક વીઘામાં ૩૮૦ થાભલા ઉભા કરી પાંચ વીઘામાં ૬૦૦૦થી વધુ છોડનું વાવેતર કરેલ છે. રેતાળ જમીન હોવાથી ડ્રીપ ઈરિગેશનની ટપક
પધ્ધતિથી ૭૦ ટકા પાણીનો બચાવ કરે છે. એક થાંભલાની ફરતે ચાર  છોડ વાવવામાં આવે છે. એક થાભલાનો ખર્ચ રૂા. ૮૦૦ થી ૯૦૦  થાય છે. ખેતરમાં થાંભલાની લાઈન કરી એક એક થાંભલાની વચ્ચે ૬ થી ૭ ફુટનું અંતર રાખવામાં આવે છે અને બાકીની જગ્યામાં લાલ પીળા અને સફેદ ગલગોટા (ફૂલો),  તડબૂચ, ગવાર, ચોળાફળી જેવા શાકભાજી વાવી આ ખેડૂત મબલક કમાણી કરે છે. પ્રતિષ્ઠા તેમજ લગ્ન પ્રસંગે આ ફુલોના મણનો ૧૦૦૦ થી ૧૨૦૦ રૂ નો ભાવ મળી રહે છે. હવે ઉનાળામાં તડબૂચ અને વિવિધ શાકભાજીઓનું વેચાણ કરી મબલક કમાણી થશે. આમ ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં એક વિઘામાં અઢીથી ત્રણ લાખનો ખર્ચ લાગે છે. આમ ડ્રેગન ફ્રૂટનો કિલ્લોનો ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂા. નો હોય છે.  રાવજીજી ઠાકોર ડ્રેગન ફ્રૂટની આવક પેલા રૂતુ પ્રમાણે વિવિધ શાકભાજીઓ વાવી મબલક આવક મેળવી રહેલ છે.

Download Our B K News Today App



Related News